________________
ચરણવિધિ
૨ ૧૧
૧૫. એકવીસ પ્રકારના સબળ દોષોનો અને બાવીસ પ્રકારના પરિષદોમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૬. સૂયગડાંગસૂત્રના કુલ ત્રેવીસ અધ્યયનોમાં અને ચોવીશ પ્રકારના અધિક રૂપવાળા દેવોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
૧૭. જે ભિક્ષુ પચીસ પ્રકારની ભાવનાઓમાં અને દશાશ્રુત સ્કંધબૃહતકલ્પ અને વ્યવહાર સૂત્રના મળી છવીસ ઉદ્દેશોમાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૮. સત્તાવીસ પ્રકારના અણગારગુણોમાં તેમજ અઠાવીસ પ્રકારના આચારપ્રકલ્પો (પ્રાયશ્ચિતો)માં જે ભિક્ષુ હંમેશા ઉપયોગ રાખે છે. તે સંસારમાં ભમતો નથી.
૧૯. ઓગણત્રીસ પ્રકારના પાપસૂત્રોના પ્રસંગમાં અને ત્રીસ પ્રકારનાં મહામોહનીય સ્થાનોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૨૦. એકત્રીસ પ્રકારના સિદ્ધભગવાનના ગુણોમાં, બત્રીસ પ્રકારના યોગ સંગ્રહોમાં અને ત્રેવીસ પ્રકારની અસાતનાઓમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૨૧. ઉપરના બધા સ્થાનોમાં જે ભિક્ષુ સતત ઉપયોગ રાખે છે તે પંડિત સાધુ આ સર્વ સંસારથી શીધ્ર મુક્ત થાય છે.
નોંધ : સંસાર એ સદબોધની શાળા છે. તેમાં રહેલા પ્રત્યેક પદાર્થ સતત કંઈ ને કંઈ નવીન બોધ આપતા જ હોય છે. માત્ર તેની સન્મુખ દષ્ટિ રાખવી જોઈએ. દૃષ્ટિમાં અમૃત ભરાયું એટલે જગતમાંથી અમૃત જ મળ્યા કરશે. અહીં એકથી માંડીને તેત્રીસ સંખ્યા સુધીની ભિન્ન ભિન્ન વસ્તુઓ બતાવી છે. તેમાં કેટલીક ગ્રાહ્ય અને કેટલીક ત્યાજ્ય કરવાની પણ છે. પરંતુ જાયા પછી જ તે બંને ક્રિયા બની શકે માટે યથાર્થ દષ્ટિએ એ સૌને જાણવાનો પ્રયત્ન કરવો એ અતિ અતિ આવશ્યક છે.
એમ કહું છું : એ પ્રમાણે ચરણવિધિ નામનું એકત્રીસમું અધ્યયન પૂર્ણ થયું.