________________
૨૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : (૧) મનદંડ (૨) વચન દંડ અને (૩) કાયદંડ. (૧) ઋદ્ધિગર્વ, (૨) રસગર્વ અને (૩) શાતાગવું. (૧) માયાશલ્ય (૨) નિદાનશલ્ય અને (૩) મિથ્યાત્વ દર્શન શલ્ય.
૫. જે ભિક્ષુ દેવ, મનુષ્ય અને પશુઓના આકસ્મિક ઉપસર્ગ (સંકટો)ને સમભાવથી સહન કરે છે તે સંસારમાં ભમતો નથી.
૬. ચાર વિકથા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે પ્રકારના ધ્યાનોને હંમેશને માટે જે ભિક્ષુ છોડી દે છે તે સંસારમાં ભમતો નથી.
નોંધ : આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન.
૭. પાંચ મહાવ્રતો, પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ, પાંચ સમિતિ અને પાંચ પાપ ક્રિયાઓનો ત્યાગ. તે ચારે વસ્તુઓમાં હંમેશાં, ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
નોંધ : ઉપયોગ શબ્દ આચરવામાં, ગ્રહણ કરવામાં અને તજવામાં એમ ત્રણે સ્થળે લાગુ પડે.
૮. છ લેયાઓ, છકાયો અને આહારના છ કારણોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૯, સાત પિડ ગ્રહણની પ્રતિમાઓ અને સાત પ્રકારના ભયસ્થાનોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૦. આઠ પ્રકારના મદો, નવ પ્રકારોનું બ્રહ્મચર્ય રક્ષણ અને દસ પ્રકારના ભિક્ષુ ધર્મમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
૧૧. અગિયાર પ્રકારની શ્રાવક પ્રતિમાઓમાં અને બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
નોંધ : પ્રતિમાઓ એટલે ચોક્કસ વ્રત નિયમવાળી ક્રિયા.
૧૨. તેર પ્રકારનાં ક્રિયા સ્થાનોમાં, ચૌદ પ્રકારના પ્રાણીસમૂહોમાં અને પંદર પ્રકારના પરમધાર્મિક દેવોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી
૧૩. જે ભિક્ષુ (સૂયગડાંગ સૂત્રના પ્રથમ સ્કંધનાં) સોળ અધ્યયનોમાં તથા સત્તર પ્રકારના અસંયમોમાં સતત ઉપયો | રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૪. અઢાર પ્રકારનાં અબ્રહ્મચર્ય સ્થાનો માં, ઓગણીસ પ્રકારનાં જ્ઞાતા અધ્યયનોમાં અને વીસ પ્રકારનાં સમાધિસ્થ સ્થાનોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.