________________
ચરણવિધિ
૨૦૯
અધ્યયન : એકત્રીસમ
ચરણવિધિ ચારિત્રના પ્રકારો
પાપનો પ્રવાહ ચાલ્યો આવે છે. તેને રોકવાની ક્રિયાને સંવર કહેવાય છે. પાપમાંથી નિવૃત્ત થવું કે ધર્મમાં લીન થવું તે બંને સમાન છે. પાપનો આધાર માત્ર ક્રિયા પર નથી પરંતુ ક્રિયાની પાછળના અધ્યવસાયો પર છે. કલુષિત વાસનાથી થયેલું કાર્ય બાહ્ય દૃષ્ટિએ ઉત્તમ પણ દેખાતું હોય છતાં મલિન અને નકામું છે. શુભ ભાવનાથી થયેલું સામાન્ય કાર્ય દષ્ટિએ કનિષ્ઠ દેખાતું હોવા છતાં ઉત્તમ અને આત્મતૃપ્તિ માટે પ્રાર્યાપ્ત છે.
દેહને અંગે ખાવું પીવું, બોલવું, બેસવું, ઊઠવું ઇત્યાદિ બધું કર્યા વિના આપણે રહી શકીએ નહિ. માટે તેનાથી નિવૃત્ત થવું. કદાચ થોડા સમય માટે શક્ય હોય છતાં જીવનભર તેમ રહેવું અશક્ય છે. અને માનો કે બહારની ક્રિયા થોડો વખત બંધ પણ કરવાને સમર્થ હોઈએ તો પણ આપણું આંતરિક ક્રિયાત્મક કાર્ય તો થયા જ કરવાનું છે. તેને આપણે જબરાઈથી રોકી શકવાના નથી. માટે જ ભગવાન મહાવીરે ક્રિયાને બંધ કરવાનું ન કહેતાં ક્રિયા કરવા છતાં તમારો ઉપયોગ શુદ્ધ અને સ્થિર રાખો તેમ કહ્યું છે. શુદ્ધ ઉપયોગ એટલે આત્મલક્ષ્ય. જો આત્મલક્ય હોય તો ક્રિયા પાછળની બધી કલુષિતતા સહેજે વિરમી જાય.
ભગવાન બોલ્યા : ૧. જીવાત્માને એકાંત સુખ આપનાર અને જેને આચરીને અનેક જીવો આ સંસાર સાગરને તરી ગયા તે ચારિત્રની વિધિ હું કહું છું :
૨. એક તરફથી નિવૃત્ત થવું અને બીજા માર્ગમાં પ્રવૃત્તિ કરવી અર્થાત કે અસંયમથી નિવૃત્ત થવું અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
૩. પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર એવા બે પાપ રાગ અને દ્વેષ છે. જે ભિક્ષુ તે બંનેને રોકે છે, તે આ સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
૪. ત્રણ દંડ, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યોને જે ભિક્ષુ તજે છે તે સંસારમાં નિત્ય પરિભ્રમણ કરતો નથી.