________________
તપોમાર્ગ
૨0૭
૨૭. વીરાસન (ખુરસી જેવું આસન) વગેરે વિવિધ આસનો કાયાને અપ્રમત્ત રાખી સુખ કરનાર નીવડે છે. તેવાં કડક આસનો કરી કાયાને કસવી તે કાય કલેશ નામનું તપ કહેવાય છે.
૨૮. એકાંત કે જયાં સ્વાધ્યાય ધ્યાનની અનુકૂળતા મળે, કોઈ ન આવે જાય એવા સ્ત્રી, પશુથી રહિત સ્થાનમાં શયન તથા આસનનું સેવન કરવું તે સંલીનતા નામનું તપ કહેવાય છે.
૨૯. એ પ્રકારે સંક્ષેપથી બાહ્ય તપ કહ્યું. તેમજ સંક્ષેપથી ક્રમપૂર્વક આંતરિક તપ કહીશ.
૩૦. પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છે અત્યંતર તપ છે.
૩૧. ભિક્ષુ આલોચનાદિ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત વહન કરે છે તે પ્રાયશ્ચિત તપ કહેવાય છે.
નોંધ : પ્રાયશ્ચિત એટલે પાપનું છેદન કરવું. તેના દસ પ્રકાર છે : ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. તદુભય, ૪. વિવેદ, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. વેદ, ૮. મૂલ, ૯. ઉપસ્થાન અને ૧૦. પારંચિક વિશેષ વિવરણ છેદ સૂત્રોમાં જુઓ.
૩૨. ૧. ગુર્નાદિકની સામે જવું, ૨. તેમને બે હાથ જોડવા, ૩. આસન આપવું, ૪. ગુરુની અનન્ય ભક્તિ કરવી અને ૫. હૃદયપૂર્વક સેવા કરવી તે વિનય કહેવાય છે.
નોંધ : અભિમાન ઓગળ્યા વિના સાચી સેવા-સુશ્રુષા થતી નથી.
૩૩. આચાર્યાદિની દસ સ્થાનોમાં શક્તિ અનુસાર સેવા બજાવવી તે વૈયાવૃત્ય તપ કહેવાય છે.
નોંધ : આચાર્યાદિમાં આ દશનો સમાવેશ થાય છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, પ. રોગીષ્ટ, ૬. સહાધ્યાયી, ૭. સ્વધર્મી, ૮. કુળ, ૯. ગણ અને ૧૦. સંઘ.
૩૪. વાચના લેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સુત્રાદિના અર્થ તથા રહસ્ય ચિંતવવું અને ધર્મકથા કરવી એ પાંચ પ્રકારનાં સ્વાધ્યાય તપ કહેવાય છે.
૩૫. સમાધિવંત સાધક આર્ત અને રૌદ્ર એ બંને ધ્યાનને છોડીને ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનને ચિંતવે છે. તેને મહાપુરુષોએ ધ્યાન કહ્યું છે.