________________
તપોમાર્ગ
૨૦૫
નોંધ : શ્રેણિતપ વગેરે તપશ્ચર્યાઓ જુદી જુદી રીતે ઉપવાસો કરવાથી થાય છે. તે તપોનું વિસ્તૃત વર્ણન અન્ય સૂત્રોમાં જોઈ લેવું.
૧૨. જે મરણપર્યંતનું અણસણ હોય છે તે પણ કાયચેષ્ટાને ઉદ્દેશી બે પ્રકારનું કહ્યું છે. ૧. સવિચાર (કાયાની ક્રિયા સહિત) એ ૨. અવિચાર નિષ્ક્રિય,
૧૩. અથવા સપરિકર્મ (બીજાની સેવા લેવી તે) અને અપરિકર્મ એમ બે પ્રકારે કહ્યું છે તેના પણ બે ભેદ છે. ૧. નિહારી અને ૨. અનિહારી. એ બંને પ્રકારના મરણોમાં આહારનો ત્યાગ તો હોય છે જ.
નોંધ : નિહારી એટલે જે મુનિનું ગામમાં મરણ થતાં મૃત ક્લેવરને બહાર લઈ જવું તે અને ગુફામાં મરણ થાય તે અનિહારી કહેવાય છે.
૧૪. ઉણોદરી તપ પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને પર્યાયથી સંક્ષેપમાં પાંચ પ્રકારનું કહ્યું છે.
૧૫. જેટલો જેનો આહાર હોય તે પૈકી અલ્પમાં અલ્પ એક કવલ પણ ઓછો લેવો એ દ્રવ્યથી ઉણોદરી તપ કહેવાય છે.
૧૬. ૧. ગામ, ૨. નગર, ૩. રાજધાની, ૪. નિગમ, ૫. આકર (ખાણવાળો પ્રદેશ), ૬. પલ્લી (અટવીની વચ્ચેનો પ્રદેશ), ૭. ખેટ (જ્યાં ધૂળનો કોટ હોય તે પ્રદેશ), ૮. કરબટ (નાના નાના ગામોવાળો પ્રદેશ) ૯. દ્રોણમુખ (જળ અને સ્થળવાળો પ્રદેશ) ૧૦. પાટણ (સર્વ દિશાથી માણસ આવી શકે તેવું સ્થળ), ૧૧. મંડપ (ચારે દિશામાં અઢી અઢી ગાઉ સુધી ગામ હોય તે), ૧૨. સંવાહન (પર્વતમાં મધ્યમાં ગામ હોય તે).
૧૭.-૧૮. ૧૩. આશ્રમપદ (તાપસનાં સ્થાનકો હોય તે) ૧૪. વિહાર (જ્યાં ભિક્ષુઓ વસતા હોય તેવું સ્થળ), ૧૫. સન્નિવેશ (નાના નાના નેસડાઓ), ૧૬. સમાજ (ધર્મશાળા), ૧૭. ઘોષ (ગાયોનું ગોકુળ), ૧૮. સ્થળ (રેતીના ઊંચા ઢગલાવાળું સ્થળ), ૧૯. સેના (સેનાનું સ્થળ, ૨૦. ખંધાર (કટક ઉતરવાના સ્થળ), ૨૧. સાર્થ (વાહનોને ઊતરવાનું સ્થળ), ૨૨. સંવર્ત (ભયોથી ત્રાસેલાં કુટુંબ આવીને રહે તે સ્થળ), ૨૩. કોટ (કોટવાળું ગામ), ૨૪. વાડા (વાડાઓમાં વાડાવાળા સ્થળ), ૨૫. શેરીઓ, અને ૨૬. ધરો. આટલા ક્ષેત્રોમાં અભિગ્રહ કરે કે આટલા પ્રદેશનો જ જો આહાર મળે તો લેવો એ પ્રકારનું ક્ષેત્રથી ઉણોદરી તપ કહેવાય છે.
નોંધ : ખાસ કરીને આ ક્ષેત્રો જૈન ભિક્ષુઓને માટે કહ્યાં છે. પરંતુ ગૃહસ્થસાધક પણ પોતાનાં ક્ષેત્રમાં આવા પ્રકારની ક્ષેત્ર મર્યાદા કરી શકે છે.