________________
૨૦૪
ઉત્તરાધ્યયન સૂત્ર
ભગવાન બોલ્યા : ૧. રાગ અને દ્વેષથી એકઠું થયેલું પાપકર્મ ભિક્ષુ જે તપ વડે ખપાવે છે તેને (તે તપને) એકાગ્ર ચિત્તથી સાંભળો.
૨. પ્રાણીવધ, મૃષાવાદ (અસત્ય) અદત્ત, મૈથુન (અબ્રહ્મચર્ય) અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલો જીવાત્મા અનાસ્રવ (નવાં પાપ રોકનાર-આસ્રવ રહિત) થાય છે.
૩ વળી પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી સહિત, કષાયથી રહિત, જિતેન્દ્રિય, નિરાભિમાની અને શલ્ય રહિત જીવ અનાસ્ત્રવી થાય છે.
૪. ઉપર કહેલા ગુણોથી વિપરીત એવા દોષો દ્વારા રાગ અને દ્વેષથી એકઠું કરેલું કર્મ જે પ્રકારે નષ્ટ થાય છે તે (ઉપાય)ને એકાગ્ર મનથી સાંભળો.
પ. જેમ મોટા તળાવનો જળ આવવાનો માર્ગ રૂંધીને તેમ જ અંદરનું પ્રથમનું પાણી ઉલેચીને તથા સૂર્યના તાપે કરીને ક્રમપૂર્વક તે (જળ)નું શોષણ થાય છે તેમ
૬. સંયમી પુરુષનું નવું થતું પાપકર્મ (પણ વ્રત દ્વારા) રૂંધવાથી આવતું નથી અને પૂર્વે કરોડો ભવથી સંચિત કરેલું જે પાપકર્મ હોય છે તે પણ તપ વડે જીર્ણ થઈ જાય છે.
૭. તે તપ બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારનું છે. અને તે બાહ્ય તથા આંતરિક તપના પણ પૃથક પૃથક્ છ છ ભેદો છે.
૮. (બાહ્ય તપના ભેદો કહે છે) ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. ભિક્ષાચરી, ૪. રસ પરિત્યાગ, ૫. કાય કલેશ અને ૬. સંલીનતા. એમ છ પ્રકારનું બાહ્ય તપ હોય છે.
૯. એક કાળ મર્યાદિત (એટલે કે, એક ઉપવાસ કે અધિક દિનપર્યત અને બીજું મરણ પર્યત એમ અણસણ બે પ્રકારના હોય છે. તેમાં પહેલું (ભોજનની) આકાંક્ષા સહિત અને બીજું કાંક્ષા રહિત હોય છે.
નોંધ : પહેલામાં મર્યાદા હોવાથી ભોજનની અપેક્ષા રહે છે. બીજામાં રહેતી નથી.
૧૦. જે કાળ મર્યાદિત તપ છે તે પણ સંક્ષેપથી છ પ્રકારનું છે. ૧. શ્રેણિતપ, ૨. પ્રતર તપ, ૩. ધન તપ, ૪. વર્ગ તા.
૧૧. ૫. વર્ગ તપ અને ૬. પ્રકીર્ણ તપ. આ પ્રમાણે ભિન્ન ભિન્ન અને મનોવાંચ્છિત ફળ આપનારું, કાળમર્યાદિત અણસણ જાણવું.