________________
૨૦૨
ઉત્તરાધ્યયન સૂત્ર સપાટાથી સ્પષ્ટ દેખાઈ રહે છે, તે જ પ્રકારે ઉપશમ શ્રેણિવાળો જીવાત્મા અગિયાર ગુણસ્થાન જેવી ઉચ્ચ ભૂમિકા પર પહોંચ્યા છતાં સૂક્ષ્મ લોભનો ઉદય થતાં પતિત થાય છે.
ક્ષપક (કર્મોનો ક્ષય કરનાર) શ્રેણિવાળો જીવાત્મા દસમી ભૂમિકા પરથી અગિયારમીએ ન જતાં સીધો બારમી ભૂમિકા પર પહોંચે છે. આ સ્થિતિમાં તેના કષાયો ક્ષીણ થયા હોય છે અને તેથી તે તેરમા ગુણસ્થાનકે જઈ કેવળી થાય છે. આ વખતે આઠ કર્મો પૈકી ચાર કર્મોનાં (નિસત્વ જેવાં) આવરણ રહે છે કેવળી જ્યાં સુધી દેહ હોય છે ત્યાં સુધી દેહની હાજતોને લઈને કર્મ કરતા રહે છે પરંતુ તે કર્મ આસક્તિ રહિત હોઈને બંધન કર્તા ન હોઈ તુરત જ ખરી પડે છે. આ ક્રિયાને ઇપથિકી ક્રિયા કહે છે.
આયુષ્યકાળ પૂર્ણ થવાના સમયે શુકલ ધ્યાનનો ત્રીજો ભેદ કે જેને સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી કહે છે તેને ચિંતવીને સૌથી પ્રથમ મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ક્રમપૂર્વક રૂંધન કરી આખરે શ્વાસોચ્છવાસને રૂંધી તે જીવાત્મા સાવ નિષ્કપ બને છે. આ સ્થિતિને શૈલેશી અવસ્થા કહેવાય છે. ત્યાં , ફુ ૩, અને 7 એવાં પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલો સમય રહી આખરે શુકલ ધ્યાનના ચોથા ભેદને સ્પર્શી બાકી રહેલાં ચારે કર્મોનો ક્ષય કરી પૂર્ણ આત્મસ્વરૂપી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
શુદ્ધ ચેતનની સ્વાભાવિક ઊર્ધ્વગતિ હોવાને લીધે તે ઊંચે અને ઊંચે જયાં સુધી તેનું ગતિસહાયક તત્ત્વ-ધર્માસ્તિકાય હોય છે, ત્યાં સુધી ઊંચે જઈ આખરે સ્થિર થાય છે. જે સ્થાને આત્મ સ્થિરતા થાય છે તે સ્થાન લોકના અગ્રભાગ પર આવેલું છે અને તેને સિદ્ધગતિ તરીકે કહે છે. અંતિમ શરીર છોડતી વખતે તેનું પરિણામ (ઊંચાઈ, પહોળાઈ) હોય તેમાંનો ૧-૩ ભાગ (મુખ, કાન, પેટ વગેરે ખાલી સ્થળે) પોલો હોય છે. તેટલો ભાગ નીકળી જી ર-૩ ભાગમાં તે જીવાત્માના તેટલા પ્રદેશો તે સિદ્ધસ્થાનમાં વ્યાપ્ત થાય છે. તે તેની અવગાહના કહેવાય છે. ભિન્ન ભિન્ન સિદ્ધાત્માઓના પ્રદેશો પરસ્પર અવ્યાઘાત રહી પરસ્પરનું પૃથકત્વ બતાવતા રહે છે, એવા પરમ પુરષો વીતરાગ, વીમોહ અને વીત, હોવાથી તેમનું સંસારમાં પુનરાગમન થઈ શકતું નથી.
એમ કહુ છું : આમ સમ્યકત્વ પરાક્રમ સંબંધી ઓગણત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.