________________
સમ્યકત્વ પરાક્રમ
૨૦૧ (શૈલેશી અવસ્થામાં) રહીને તે અણગાર સમુચ્છિનક્રિય (ક્રિયારહિત) અને અનિવૃત્તિ (અક્રિયાવૃત્તિ) નામના શુક્લધ્યાનને ચિંતવતો તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોને એકી સાથે ખપાવે છે.
નોંધ : આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ધ્યાનના ચાર ભેદો છે.શુક્લ ધ્યાનના પણ ચાર ભેદો છે. તેમાંના છેલ્લા બે કેવળી જીવાત્મા ચિંતવે છે.
૭૩. ત્યારબાદ ઔદારિક, તૈજસ અને કાર્પણ એ સર્વ શરીરોને છોડી સમશ્રેણિને પ્રાપ્ત કરીને કોઈ સ્થળે રોકાયા વગર અવક્રગતિએ સિદ્ધસ્થાનમાં પામીને પોતાની મૂળ શરીરની અવગાહનાના ૨-૩ જેટલા આકાશ પ્રદેશ થાય તેથી યુક્ત થઈ સર્વ કર્મોનો અંત કરે છે. - ૭૪. આ પ્રમાણે ખરેખર સમ્યકત્વ પરાક્રમ નામના અધ્યયનો અર્થ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યો છે, બતાવ્યો છે, દેખાડ્યો છે અને ઉપદેશ્યો છે.
નોંધ : સમક્તિ સ્થિતિ એ ચોથા ગુણસ્થાનકની સ્થિતિ છે. જીવાત્મા કર્મ, માયા કે પ્રકૃતિને આધીન રહે છે ત્યારે પ્રથમથી માંડીને સાવ મુક્ત થતાં સુધીમાં તે ઘણી ઘણી ભૂમિકાઓથી પસાર થતો રહે છે. સંસારના ગાઢબંધનથી માંડીને સાવ મુક્ત થતા સુધી અશુદ્ધ (આઠ રૂચક પ્રદેશો જ માત્ર શુદ્ધ રહે છે નહિ તો જડ જેવો બને છે.) ચેતન્યથી માંડીને સાવ શુદ્ધ ચૈતન્ય થાય ત્યાં સુધીની ભૂમિકાઓને જૈન દર્શન સંક્ષિપ્તથી ચૌદ પ્રકારમાં વિભક્ત કરે છે. તેને જ ગુણ સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે.
આ ભૂમિકાઓ સ્થાન વિશેષ નહિ પણ આત્માની સ્થિતિ વિશેષ છે. પહેલું સ્થાનક મિથ્યાષ્ટિનું છે, તે દૃષ્ટિ એક ઉચ્ચ મનુષ્યથી માંડીને અવિકસિત સૂક્ષ્મ જીવો સુધી રહેલી હોય છે. પરંતુ તેમાં તરતમતા (ઓછાવત્તા)ના અસંખ્ય ભેદો છે, બીજી અને ત્રીજી ભૂમિકા પણ અસ્થિર છે, તેથી ચોથીથી જ મોક્ષમાર્ગ શરૂ થાય છે એમ સમજવું. અન્ય દર્શનમાં આ સ્થિતિને આત્મસાક્ષાત્કાર તરીકે વર્ણવી છે. આ ભૂમિકામાં સંસાર પરિભ્રમણ કરાવવાના નિમિત્તરૂપ તીવ્ર કષાયો મંદ પડી જાય છે. એ આત્મ પરિણામો જેટલાં વિશુદ્ધ, કૃત્રિમ શુદ્ધ કે મિશ્ર હોય તે પ્રમાણમાં તે ક્ષાયિક, ઉપશમ અને ક્ષયોપશમ સ્થિતિ તરીકે કહેવાય છે. આઠમે ગુણસ્થાનક પહોચ્યા પછી આ ત્રણ પૈકી માત્ર બે શ્રેણિઓ રહે છે જેને ઉપશમ અને
પક શ્રેણિ કહેવાય છે. ઉપશમ (કર્મોને ઉપશમાવનાર) શ્રેણિવાળા જીવનું આગળ વધ્યા પછી પણ પતન જ થાય છે. કારણ કે તે વિશુદ્ધિ સાચી નહિ પણ કૃત્રિમ હોય છે. જેમ રાખથી ઢંકાયેલો અગ્નિ ન દેખાવા છતાં વાયુના