________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૬૮. હે પૂજ્ય ! માનના વિજયથી જીવ શું પામે છે ? માનના વિજયથી મૃદુતાના અપૂર્વ ગુણને પ્રગટાવે છે અને માનજન્ય કર્મને બાંધતો નથી અને પૂર્વે જે બંધાયું છે તેને ખપાવે ચે.
૬૯. હે પૂજ્ય ! માયાના વિજયથી જીવ શું પામે છે ?
૨૦૦
માયાના વિજયથી સરળભાવપણું પામે છે અને માયાથી વેદવાં પડતાં કર્મો બાંધતો નથી અને પૂર્વે બંધાયાં હોય તો તેને દૂર કરે છે.
૭૦. હે પૂજ્ય ! લોભના વિજયથી જીવ શું પામે છે ?
લોભના વિજયથી સંતોષરૂપ અમૃતને મેળવે છે. લોભજન્ય કર્મને બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં છે તેને વિખેરે છે.
૭૧. હે પૂજ્ય ! રાગદ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવ શું પામે છે ? રાગદ્વેષ અને મિથ્યા દર્શનના વિજયમાં પ્રથમ તો જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં તે જીવાત્મા ઉદ્યમી બને છે અને પછી આઠ પ્રકારનાં કર્મોની ગાંઠથી મુકાવા માટે ક્રમપૂર્વક અઠ્ઠાવીસ પ્રકારનાં મોહનીય કર્મોનો ક્ષય કરે છે અને ત્યારબાદ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ અને પાંચ પ્રકારનું અંતરાય કર્મ એ ત્રણે કર્મો એકી સાથે ખપાવે છે. અને ત્યારબાદ શ્રેષ્ઠ, સંપૂર્ણ, આવરણરહિત, અંધકારરહિત, વિશુદ્ધ અને લોકાલોકમાં પ્રકાશિત એવાં કેવળજ્ઞાન તથા કેવળ દર્શનને પામે છે. કેવળ થયા પછી જ્યાં સુધી સયોગી હોય છે ત્યાં સુધી ઇર્યાપથિક કર્મ બાંધે છે. તે કર્મનો સ્પર્શ માત્ર બે સમયની સ્થિતિવાળો અને સુખકર હોય છે. તે કર્મ પહેલે સમયે બંધાય છે બીજે સમયે વેદાય છે અને ત્રીજે સમયે નષ્ટ થાય છે. પહેલે સમયે (ક્ષણે) તે કર્મ બંધાયું, બીજે સમયે વેદાયું, અને ત્રીજે સમયે છેવટ નષ્ટ થયું, એટલે ચોથે સમયે તો તે જીવાત્મા કર્મરહિત થાય છે.
નોંધ : કર્મોનાં વર્ણન માટે ૩૩મું અધ્યયન જુઓ.
૭૨. ત્યારબાદ તે કેવળી જેટલું આયુષ્ય હોય તેટલું પૂર્ણ કરીને આયુષ્યના અંતથી અંતમુહૂર્ત (બે ઘડી) જેટલો કાળ બાકી રહે ત્યારે મન, વચન અને કાયાના વ્યાપારનો રોધ કરી તે જીવ સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ (શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ છે) ચિંતવીને સૌથી પહેલાં મન, વચન અને કાયાનો યોગ રૂંધે છે અને તે વ્યાપાર રૂંધીને શ્વાસોચ્છ્વાસનો પણ નિરોધ કરે છે અને તે નિરોધ કર્યા પછી પાંચ હ્રસ્વ અક્ષરોનું ઉચ્ચારણ કરતાં જેટલો કાળ થાય તેટલો કાળ