________________
સમ્યક્ત્વ પરાક્રમ
૬૦. હે પૂછ્ય ! દર્શન સંપન્નતાથી જીવ શું પામે છે ? સમક્તિ જીવપંસારના મૂળરૂપ અજ્ઞાનનું છેદન કરે છે. તેના જ્ઞાનનો પ્રકાશ ઓલવાતો નહી અને તે પ્રકાશતાં શ્રેષ્ઠ જ્ઞાન તથા દર્શનથી પોતાના આત્માને સંયોજીને સુંદર ભાવનાપૂર્વક વિચરે છે.
૬૧. હે પૂજ્ય ! ચારિત્ર સંપન્નતાથી જીવ શું પામે છે ?
ચારિત્ર સંપન્નતાથી શૈલેશી (મેરુ જેવા નિશ્ચળ) ભાવને ઉત્પન્ન કરે છે અને તેવા નિશ્ચળ ભાવને પામેલો અણગાર બાકી રહેલાં ચાર કર્મોને ખપાવે છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાંત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. ૬૨. હે પૂજ્ય ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ શું પામે છે ?
શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી સુંદર કે અસુંદર શબ્દોમાં રાગદ્વેષ રહિતપણે વર્તે છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૧૯૯
૬૩. હે પૂજ્ય ! આંખના સંયમથી જીવ શું પામે છે ?
આંખના સંયમથી સુંદર કે અસુંદર રૂપોમાં (દશ્યોમાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૬૪. હે પૂજ્ય ! પ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવ શું મેળવે છે ?
નાકના સંયમથી સુવાસિત કે દુર્ગંધિત પદાર્થોમાં રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મોને બાંધતો નથી. અને જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૬૫. હે પૂછ્યું ! જિલ્લેન્દ્રિયના નિગ્રહથી જીવ શું મેળવે છે ?
જીભના સંયમથી સુંદર કે અસુંદર રસોમાં (રસવાળાં કે મસાલાવાળામાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલા કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલા છે તેનો ક્ષય કરે છે.
૬૬. હે પૂજ્ય ! સ્પર્શેન્દ્રિયના સંયમથી જીવ શું પામે છે ? સ્પર્શેન્દ્રિયના સંયમથી સુંદર કે અસુંદર રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૬૭. હે પૂજ્ય ! ક્રોધના વિજયથી જીવ શું પામે છે ?
ક્રોધવિજયથી જીવ ક્ષમાના ગુણને પ્રગટાવે છે. ક્રોધથી ઉત્પન્ન થતાં કર્મોને બાંધતો નથી અને પહેલાં બાંધ્યાં હોય તેને ખપાવે છે.