________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૭ અને સંસારમાં ન આવવાથી તે જીવાત્મા શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થાય છે.
૪૫. હે પૂજ્ય ! વીતરાગપણાથી જીવ શું પામે છે ?
તેવી નિરાસક્તિથી સ્નેહનાં બંધનો તે જીવ છેદી નાખે છે તથા મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ઇત્યાદિ વિષયોમાં વૈરાગ્ય પામે છે.
નોધ : વીતરાગતા અહી કેવળ વૈરાગસૂચક છે. ૪૬. હે પૂજય ! ક્ષમાથી જીવ શું પામે છે ? ક્ષમાથી તે વિકટ પરિષહો પર પણ વિજય મેળવે છે. ૪૭. હે પૂજય ! નિર્લોભતાથી જીવ શું પામે છે ?
નિર્લોભતાથી જીવ અપરિગ્રહી બને છે. અને ધનલોલુપી પુરુષોના (કણો પરાધીનતાઓ)થી બચી જાય છે. અર્થાત્ નિરાકુળ બને છે.
૪૮. હે પૂજ્ય ! નિષ્કપટતાથી જીવ શું પામે છે ? નિષ્કપટતાથી મન, વચન અને કાયાથી સરળતા અને સુંદરતા પ્રાપ્ત કરે છે. અને કોઈની સાથે તે પ્રવચના (ઠગાઈ) કરતો નતી. તેવો જીવાત્મા ધર્મનો આરાધક બને છે.
૪૯. હે પૂજય ! મૃદુતાથી જીવ શું પામે છે ?
મૃદુતાથી જીવ અભિમાન રહિત થાય છે. અને કોમળ મૃદુતાને પ્રાપ્ત કરી આઠ પ્રકારના મદરૂપ શત્રુનો સંહાર કરી શકે છે.
નોંધ : જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને ઐશ્વર્ય-આ આઠ મદનાં સ્થાનો છે.
૫૦. હે પૂજ્ય ! ભાવસત્યથી (શુદ્ધ અંતઃકરણથી જીવ શું પામે છે ?
ભાવસત્યથી હૃદયવિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધિ અંત:કરણવાળો જીવ જ અહંત પ્રભુના બતાવેલા ધર્મની આરાધના કરી શકે છે. અને તે ધર્મની આરાધનામાં ઉદ્યમી થઈ પરલોકમાં પણ ધર્મનો આરાધક બને છે.
૫૧. હે પૂજ્ય ! કરણસત્યથી જીવ શું પામે છે ?
કરણસત્ય (સત્ય પ્રવૃત્તિ કરવા)થી સત્યક્રિયા કરવાની શક્તિ જન્મે છે અને સત્ય પ્રવૃત્તિમાં રહેલો જીવ જેવું બોલે છે તેવું જ કરે છે.
પર. હે પૂજય ! યોગસત્યથી જીવ શું પામે છે ? સત્ય યોગથી યોગોની વિશુદ્ધિ થાય છે. નોંધ : યોગ એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર.