________________
૧૯૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૭. હે પૂજ્ય ! યોગ (વ્યાપાર)ના ત્યાગથી જીવ શું પામે છે ?
યોગના ત્યાગથી જીવ અયોગી (મન, વચન અને કાયાના વ્યાપાર રહિત) થાય છે. અને તેવો અયોગી જીવ ખરેખર કર્મ બાંધતો નથી, અને પૂર્વે બાધેલું હોય તેને સર્વથા દૂર કરે છે.
નોંધ : યોગ એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર. ૩૮. હે પૂજ્ય ! શરીરના ત્યાગથી જીવ શું પામે છે ?
શરીરના ત્યાગથી સિદ્ધિના અતિશય (ઉચ્ચ) ગુણભાવને પામે છે. અને સિદ્ધિના અતિશય ગુણથી સંપન્ન થઈ તે જીવાત્મા લોકના અગ્રભાગમાં જઈ પરમ સુખ પામે છે. અર્થાત્ સિદ્ધ (સર્વ કર્મથી મુક્ત) થાય છે.
૩૯. હે પૂજય ! સહાયકના ત્યાગથી જીવ શું પામે છે ?
સહાયકના પ્રત્યાખ્યાનથી એકત્વ ભાવને પામે છે અને એકત્વ ભાવને પામેલા જીવ અકલ્પકષાયી, અલ્પકલેલી અને અલ્પભાષી થઈ સંયમ, સંવર અને સમાધિમાં વધુ દૃઢ થાય છે.
૪૦. હે પૂજ્ય ! આહારત્યાગની તપશ્ચર્યા કરનાર જીવ શું પામે છે ? તેવા અણસણથી સેંકડો ભવોને કાપી નાખે છે. (અલ્પ સંસારી બને છે.)
૪૧. હે પૂજ્ય ! (સર્વયોગ રુંધનરૂપ ક્રિયા માત્રના) ત્યાગથી જીવ શું પામે છે ?
વૃત્તિમાત્રના ત્યાગથી અનિવૃત્તિકરણ પામે છે. ને અનિવૃત્તિને પામેલા અણગાર કેવળી થઈ બાકી રહેલા ચારે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) કર્માશોને ખપાવે છે. અને પછી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે. (સર્વ દુઃખોનો અંત લાવે છે.)
૪૨. હે પૂજ્ય ! પ્રતિરૂપતા (આદર્શતા-સ્થવિરકલ્પી-ની આંતર ને બાહ્ય ઉપાધિ રહિત દશા) વડે જીવ શું પામે છે ?
પ્રતિરૂપતા (મન વચન ને કાયાની એકતા)થી લઘુપણા (નમ્રતા)ને પામે છે. અને તેવો જીવ અપ્રમત્તપણે પ્રશસ્ત અને પ્રકટ ચિહ્નોને ધારણ કરે છે ને તેવો નિર્મળ, સમ્યત્વી અને સમિતિ સહિત બને છે તથા સર્વ જીવોને વિશ્વાસરૂપ, જિતેન્દ્રિય, અને વિપુલ તપશ્ચર્યાથી યુક્ત પણ થાય છે.
૪૩. હે પૂજય ! સેવાથી જીવ શું પામે છે ? સેવાથી જીવાત્મા તીર્થકર નામગોત્ર બાંધે છે. ૪૪. હે પૂજ્ય ! સર્વગુણ પ્રાપ્ત કરવાથી જીવ શું પામે છે ? જ્ઞાનાદિ સર્વગુણોની પ્રાપ્તિ થયા પછી સંસારમાં આવવું પડતું નથી;