________________
ઉત્તરાધ્યયન સૂત્રની નીચે પ્રમાણે આવૃત્તિઓ પ્રસિદ્ધ છે :
૧. Charpentierની આવૃત્તિ ઉપોદઘાત, ટીકા, ટિપ્પણ સાથે (૧૯૨૨). (આ આવૃત્તિ સારામાં સારી છે.).
Achieves d'Eludes Orientales 241014 ECHT 49181. ૨. જૈન પુસ્તકોદ્ધાર માળાના મંણક નં. ૩૩, ૩૬, ૪૧.
૩. ઉત્તરાધ્યયન સૂત્ર, વિજયધર્મસૂરિજીના શિષ્ય મુનિશ્રી જયંતવિજયજી (આગ્રા, ૧૯૨૩-૨૭, ૩ ભાગમાં)
આ ગ્રંથમાં ખરતર ગચ્છના ઉપાધ્યાય કમલાસંયમની ટીકા પણ છે.
૪. અંગ્રેજી ભાષાંતર, Jacobi, Sacrad Books of the East માળાનો ૪પમાં મણકો.
૫. સિવાય ભાવનગર, લિંબડી વગેરે સ્થાનોમાં પ્રસિદ્ધ થયેલ આવૃત્તિઓ છે.
તે બધાં પૈકી આ ગુજરાતી અનુવાદ સૌથી ઉત્કૃષ્ટ છે. ટિપ્પણ, નોંધ અને વાક્યાર્થપ્રધાન ભાષાંતર પદ્ધતિએ આ આવૃત્તિની ઉપયોગિતામાંઅને મૌલિકતામાં વધારો કરે છે; ભાષાની સરળતા આ આવૃત્તિને લોકભોગ્ય બનાવે છે.
આ ગ્રંથને ૩૬ અધ્યયનો છે, એ પદ્યમાં લખાયેલો છે અને તેમાં યમનિયમોનું મુખ્યત્વે કરીને નિરૂપણ કરવામાં આવ્યું છે. શિખામણના રૂપમાં સૂત્રાત્મક શિક્ષાવાક્યો, યતિઓને તિતિક્ષા તરફ દોરનાર પ્રેરણાશીલ ભાવભર્યા કથનો અને જન્મ, ધર્મશિક્ષા, શ્રદ્ધા તથા સંયમરૂપ લાભચતુ જ્યનો મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગ, ખરા સાધુ અને ખોટા સાધુ વચ્ચેનો ભેદ વગેરે વગેરે વિષયો વિશદતાથી નિરૂપ્યા છે. સિવાય નાનાં પણ સુંદર ઉદાહરણો, વિષયને સરળ કરવાને મૂકેલાં ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. ચોરનું ઉદાહરણ, રથ હાંકનારનું ઉદાહરણ (અધ્ય. ૬, ગ્લો. ૩) ત્રણ વેપારીની વાત (અધ્યયન ૭મું ગ્લો. ૧૪-૧૬), વગેરે ટુચકાઓ કુન્દનમાં ગોઠવેલા હીરાની માફક ચળકી રહે છે. નમિનાથ સ્વામીની વાર્તા અહીં પહેલી જ વખત કહેવામાં આવે છે. આ સિવાય સંવાદો એ આ ગ્રંથની વિશેષતા છે. નમિનાથનો સંવાદ આપણને બુદ્ધગ્રંથ સુત્તનિપાતમાંની પ્રત્યેક બુદ્ધની વાર્તાને યાદ કરાવે છે. હરિકેશ અને બ્રાહ્મણનો સંવાદ ધાર્મિક ક્રિયા અને ધાર્મિક વૃત્તિના બલાબલનો ખ્યાલ આપે છે. પુરોહિત અને તેના પુત્રોનો સંવાદ સાધુ જીવન કરતાં ગૃહસ્થ જીવન કેટલે અંશે ન્યૂન છે તે પ્રતિપાદન કરે છે. આ સંવાદ મહાભારત તેમ જ બૌદ્ધ જાતકમાં પણ અમુક ફેરફાર સાથે જોવામાં આવે છે. એ પુરવાર કરે છે કે
૨ ૨