________________
ઉત્તરાધ્યયન સૂત્રના કાર્તિલિક (સં. પિતીયમ્ અર્થાત્ કપિલનું*) કહેવાય છે. અને શાંતિસૂરિની ટીબમાં કાશ્યપસુત કપિલની વાર્તા પણ આપવામાં આવી છે જે બ્રાહ્મણ ગ્રંથોમાના કપિલના ઇતિહાસને ઘણે અંશે મળતી આવે છે. બાવીસમા અધ્યયનમાં શ્રીકૃષ્ણની વાર્તા છે તે પણ અનેક દૃષ્ટિએ આકર્ષક છે પરંતુ જૈનધર્મના ઇતિહાસ માટે ઉપયોગી વસ્તુ તો ૨૩ મા અધ્યયનમાં છે, પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યોના સંવાદનો એ પ્રસંગ છે, અને તે સંવાદમાંથી મૂળ પાર્શ્વપ્રવૃત્ત જૈન કેવો હતો અને મહાવીરે તેમાં શા શા સુધારા કર્યા તેનો કંઈક અંશે તેમાંથી ખ્યાલ આવે છે. ઉત્તરાધ્યયન (અ.૨૫)નું વસ્તુ ધમ્મપર (ગ્વાન )ની સાથે મળતું આવે છે. ખરો બ્રાહ્મણ કોને કહેવો એ વસ્તુ ઉપર આ અધ્યયનમાં કેટલાંક સુંદર સૂત્રો મૂકેલાં છે, આ પ્રમાણે આ ગ્રંથની વસ્તુ છે.
ઉપર જણાવી ગયા પ્રમાણે આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ થઈ છે, અને જૂનામાં જૂની ટીકાઓ પણ આ મૂળસૂત્રો ઉપર જ મળી આવે છે. આમ હોવાથી ઉત્તરાધ્યયનની ટીકાઓ વિશે થોડો ઉલ્લેખ બાકી રહી જવો ન જોઈએ.
સૌથી જૂની ટીકા ભદ્રબાહુની છે, જે નિજ્જુત્તિ, (સં. નિયુત્તિ)ને નામે ઓળખાય છે. આ ટીકા બધી ટીકાઓ કરતાં ઉપયોગી ગણાય છે કારણ કે તેમાં જૈનધર્મ વિશે જૂની માહિતી ખૂબ મળી આવે છે. પછીની ટીકાઓ દશમા શતકમાં લખવામાં આવેલી; તેમાં શાંતિસૂરિનો ભાવવિજય અને દેવેન્દ્રગણિની (સન ૧૦૭૩) ટીકા મુખ્ય ગણાય છે. આ બંને વ્યક્તિઓ જૈનશાસનના અલંકારરૂપ અને પ્રખર વિદ્વાનો હતા તેથી તેની ટીકાઓમાં ઠેકાણે ઠેકાણે શાસ્ત્રાર્થ અને ખંડનમંડનની ઝલક જોવામાં આવે છે.
ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ તપાસતાં ઉત્તરાધ્યયન સૂત્રની ભાષા ઘણી જ જૂની છે, અને જૈનઆગમમાં જે ગ્રંથોમાં સૌથી જૂની ભાષા સંગૃહીત થઈ છે તે પૈકી આ ગ્રંથ પણ એક છે, જૈન શાસનમાં સૌથી જૂની ભાષા આચારાંગ (માં છે, ત્યાર પછી જૂની સૂયગડાંગમાં છે. અને ત્રીજે જ સ્થાને ઉત્તરાધ્યયન સૂત્ર આવે છે, એમ ભાષાશાસ્ત્રીઓ માને છે.
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની સમાલોચના સ્થૂળ જિલ્લાથી કરવાનો ઉપરનો પ્રયત્ન છે, વિદ્વાનો તેમાં સ્ખલનો જુએ તો ક્ષમા આપે એ જ અભ્યર્થના. ત્ર્યં. નં. દવે (એમ.એ.બી.ટી.) પીએચ.ડી. (લંડન) પ્રોફેસર, ગુજરાત કૉલેજ, અમદાવાદ. *સાંખ્યશાસ્રના પ્રવર્તક કપિલને આ કપિલ સાથે કશો સંબંધ નથી.
૨૩