________________
૧૯૪
ઉત્તરાધ્યયન સૂત્ર સ્થિતિવાળી હોય તો ટૂંકાકાળની સ્થિતિવાળી બનાવે છે. તીવ્ર રસવાળી હોય તો તે મંદરસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી હોય તો અલ્પપ્રદેશવાળી બનાવે છે. કદાચ આયુષ્યકર્મ બંધાય અગર ન પણ બંધાય (જો પહેલાં આયુષ્ય ન બંધાયું હોય તો બંધાય). અસાતાવંદનીય કર્મ ન બંધાય અને તે જીવાત્મા અનાદિ, અનંત અને દીર્ધકાલિક એવા આ સંસાર અરણ્યને જલદી ઓળંગી જાય છે.
૨૩. હે પૂજ્ય ! ધર્મકથાથી જીવ શું પામે છે ?
ધર્મકથાથી નિર્જરા થાય છે અને જિનેશ્વરોનાં પ્રવચનોની પ્રભાવના થાય છે. એવા પ્રવચનોના પ્રભાવથી ભવિષ્યકાળમાં તે જીવ શુભકર્મ બાંધે છે.
૨૪. હે પૂજ્ય ! સૂત્ર સિદ્ધાંતની આરાધનાથી જીવ શું પામે છે ?
સૂત્રની આરાધનાથી અજ્ઞાન દૂર થાય છે અને તેથી તે જીવ કોઈ સ્થાને કલેશ પામતો નથી.
૨૫. હે પૂજય ! મનની એકાગ્રતાથી જીવ શું પામે છે ? મનની એકાગ્રતાથી તે જીવ ચિત્તનો વિરોધ કરે છે. ૨૬. હે પૂજ્ય ! સંયમથી જીવ શું પામે છે ? સંયમથી અનાગ્નવપણું (આવતાં પાપને રોકવાં તે) પામે છે. ર૭. હે પૂજય ! તપથી જીવ શું પામે છે ? શુદ્ધ તપશ્ચર્યાથી પૂર્વકર્મનો ક્ષય થાય છે.
૨૮. હે પૂજય ! સર્વકર્મના વિખરાવાથી (સર્વકર્મની નિવૃત્તિથી) જીવ શું પામે છે ?
કર્મ વિખરાયાથી જીવાત્મા સર્વ પ્રકારની ક્રિયાથી રહિત થાય છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે અને સર્વ દુ:ખોનો અંત કરે છે.
૨૯, હે પૂજય ! ભોગજન્ય સુખથી દૂર રહી સંતોષથી (જીવન ગાળનાર) જીવ શું પામે છે ?
સંતોપથી અવ્યાકુળ શાંત બને છે અને તેવી સ્થિતબુદ્ધિ જીવ, હર્ષ, વિષાદ કે શોક રહિત ચારિત્રમોહનીય કર્મોને ખપાવે છે.
નોંધ : જે આવરણથી સંયમની ફુરણા ન થાય તે ચારિત્રમોહનીય કમે કહેવાય છે.
૩૦. હે પૂજય ! (વિપયાદિના) અપ્રતિબંધથી જીવ શું પામે છે ? અપ્રતિબંધથી અસંગતાનું ફળ ઉત્પન્ન થાય છે અને અસંગતથી ચિત્તની