________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૩ ૧૫. હે પૂજ્ય ! સ્વાધ્યાયાદિકાળના પ્રતિલેખનથી જીવ શું પામે છે ? તેવા પ્રતિલેખનથી જીવાત્મા જ્ઞાનાવરણીય કર્મને દૂર કરે છે. ૧૬. હે પૂજ્ય ! જીવ પ્રાયશ્ચિત કરવાથી શું પામે છે ?
પ્રાયશ્ચિત કરવાથી પાપની વિશુદ્ધિ કરે છે અને વ્રતના અતિચારો (દાપો) રહિત થાય છે અને શુદ્ધ મનથી પ્રાયશ્ચિત ગ્રહણ કરીને કલ્યાણના માર્ગ અને તેના ફળની વિશુદ્ધિ કરે છે અને તે ક્રમથી ચારિત્ર અને તેના ફળ (મોક્ષ)ને આરાધી શકે છે.
૧૭. હે પૂજ્ય ! ક્ષમાથી જીવ શું પામે છે ?
ક્ષમાથી ચિત્તનો આલાદ થાય છે. અને તેના પ્રશાંત ચિત્તવાળો જીવ જગતના સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ એ ચારે પ્રકારના જીવોમાં મિત્રભાવ ઉત્પન્ન કરી શકે છે. અને તે વિશ્વમૈત્રી પામી પોતાના ભાવની વિશુદ્ધિ કરી આખરે નિર્ભય બને છે.
નોંધ : અન્યના દોષો અને ભૂલો ગળી જવાથી ચિત્ત પ્રસન્ન રહે છે અને એ સતત ચિત્ત પ્રસન્નતાથી વિશુદ્ધપ્રેમ વિશ્વ પર પ્રગટે છે. તે કોઈને ભય આપતો નથી તેથી જ નિર્ભય બને છે. ૧૮. હે પૂજય ! સ્વાધ્યાયથી જીવ શું પાપ્ત કરે છે ? સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. ૧૯. હે પૂજય ! વાચનથી જીવ શું પ્રાપ્ત કરી શકે છે ?
વાચનથી કર્મની નિર્જરા થાય છે અને સૂત્રપ્રેમ થવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને તેવા સૂત્રપ્રેમથી તીર્થકરોના ધર્મનું અવલંબન મળે છે અને તે સત્યધર્મના અવલંબન વડે કર્મની મહાનિર્જરા કરી નિષ્કર્મી બને છે.
નોંધ : વાચનમાં સ્વવાચન અને અધ્યયન એ બંનેનો સમાવેશ થાય છે. ૨૦. હે પૂજ્ય ! શાસ્ત્રચર્ચાથી જીવ શું મેળવે છે ?
શાસ્ત્રચર્ચાથી મહાપુરુષોનાં સૂત્રો અને તેનું રહસ્ય તે બંનેને શોધી શકે છે. અને તેથી કાંક્ષામોહનીયકર્મ (મતિવિપર્યાસ)ને છેદી નાખે છે.
૨૧. હે પૂજ્ય ! સૂત્રપરિવર્તનથી જીવ શું મેળવે છે ?
વારંવાર અભ્યાસને ફેરવવાથી વિસરેલા અક્ષરોને સંભારે છે અને તે જીવાત્મા અક્ષરલબ્ધિ પામે છે.
૨૨. હે પૂજય ! અનુપ્રેક્ષાક્ષી જીવ શું પામે છે ?
આયુષ્ય કર્મને છોડી બાકીના સાત કર્મોના ગાઢ બંધનથી બંધાયેલી પ્રકૃતિઓને શિથિલ બંધનવાળી બનાવે છે. તે કર્મપ્રકૃતિ લાંબાકાળની