________________
૧૯૨
ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રશસ્ત યોગો પામીને તે અણગાર અનંત (આત્મઘાતક કર્મોના પર્યાયોને નષ્ટ કરી નાંખે છે.
૮. હે પૂજ્ય ! સામાયિકથી જીવાત્મા શું પામે છે ? સામાયિક કરવાથી (આત્મસંતોષ) વિરામ મળે છે. ૯. હે પૂજય ! ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવ શું પામે છે ? ચોવીસ તીર્થકરોની સ્તુતિથી આત્મદર્શનની વિશુદ્ધિ થતી જાય છે.
નોંધ : મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું જ તેનું આંતરિક વાતાવરણ બની જાય છે અને આખરે તેવો જ થઈ જાય છે.
૧૦. હે પૂજય ! વંદનથી જીવ શું મેળવે છે ?
વંદનથી નીચ ગોત્રોનું કર્મ બાંધ્યું હોય તે ખપાવી ઊંચ ગોત્રોનું કર્મ બાંધે છે. (નીચ વાતાવરણમાં ન જન્મતાં ઉચ્ચ વાતાવરણમાં જન્મે છે.) અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તથા આજ્ઞાનું સફળ સામર્થ્ય પામે છે.
(ઘણા જીવો-સમાજ-નો નેતા બને છે.) અને દાક્ષિણ્યભાવ (વિશ્વ વલ્લભતા)ને પામે છે.
૧૧. હે પૂજ્ય ! જીવ પ્રતિક્રમણથી શું મેળવે ચે ?
પ્રતિક્રમણથી (આદરેલાં)વ્રતના છિદ્રો ઢાંકી શકે છે અને શુદ્ધ વ્રતધારી તે હિંસાદિ આશ્વવથી નિવૃત્ત થઈ આઠ પ્રવચનમાતામાં સાવધ થાય છે અને વિશુદ્ધ ચારિત્ર મેળવી સંયમ યોગથી અલગ ન થતાં જીવન પર્યત સંયમમાં સમાધિપૂર્વક વિચરે છે.
૧૨. હે પૂજ્ય ! કાયોત્સર્ગથી જીવ શું પામે છે ?
કાયોત્સર્ગથી ભૂત તથા વર્તમાન કાળના દોષોનું પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ બને છે અને ભારવાહક જેમ ભારથી રહિત થઈ શાંતિપૂર્વક વિચરે છે તેમ તેવો જીવ ચિંતા રહિત થઈ પ્રશસ્ત ધ્યાનમાં સુખપૂર્વક વિચારે છે.
૧૩. હે ભગવન્ ! પ્રત્યાખ્યાનથી જીવ શું મેળવે છે ?
પ્રત્યાખ્યાનથી નવાં પાપો રોકી ઇચ્છાનો નિરોધ કરે છે અને ઇચ્છાનો નિરોધ કરવાથી સર્વ પદાર્થોમાં તે તૃષ્ણા રહિત બની પરમશાંતિ ઝીલી શકે છે.
૧૪. હે પૂજય ! સ્તવસ્તુતિ મંગળથી જીવ શું પામે છે ?
સ્તવસ્તુતિ મંગળથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ બોધિલાભને મેળવે છે અને તે બોધિલાભને મેળવી દેહાંત મોક્ષ પામે છે અથવા (બાર દેવલોક, નવ રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનવાળી) ઉચ્ચ દેવગતિની આરાધના કરે છે.