________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૧ છોડી દે છે. અને અણગારી (ત્યાગી) થઈ શારીરિક અને માનસિક છેદન, ભેદન, સંયોગ અને વિયોગોના દુઃખનો નાશ કરે છે. (નવા કર્મબંધનથી નિવૃત્ત થઈ પૂર્વ કર્મનો ક્ષય કરે છે.) અને અવ્યાબાધ (બાધા રહિત) મોક્ષસુખને મેળવે છે.
૪. હે પૂજ્ય ! ગુરુજન અને સ્વધર્મીઓની સેવાથી જીવ શું પામે છે?
ગુરુજન અને સ્વધર્મીઓની સેવાથી સાચા વિનય (મોક્ષનું મૂળ કારણોને પ્રાપ્ત કરે છે. અને વિનય મેળવીને સમ્યકત્વનાં રોધક કારણોનો નાશ કરે છે અને તેથી નરક, પશુ, મનુષ્ય અને દેવ સંબંધીની દુર્ગતિને અટકાવે છે, અને જગતમાં બહુમાન કીર્તિ પામતો તે અનેક ગુણને દીપાવી સેવા ભક્તિના અપૂર્વ સાધન વડે મનુષ્ય અને દેવગતિને પામે છે. મોક્ષ અને સદ્ગતિના માર્ગ (જ્ઞાન, દર્શન અને ચારિત્ર)ને વિશુદ્ધ કરે છે અર્થાત્ કે વિનયથી પ્રાપ્ત થતાં સર્વ પ્રશસ્ત કાર્યોને તે સાધે છે અને સાથે સાથે બીજા જીવોને પણ તે માર્ગે દોરે છે.
૫. હે પૂજય ! આલોચનાથી જીવાત્મા શું પામે છે ?
આલોચનાથી માયા (કપટ), નિદાન અને મિથ્યાદર્શન (અમદદષ્ટિ) આ ત્રણ શલ્યો કે જે મોક્ષમાર્ગના વિધાતરૂપ અને સંસારનાં બંધન કરનાર છે તેને દૂર કરે છે. અને તેથી અપ્રાપ્ય સરળતાને પ્રાપ્ત થાય છે, સરળ જીવ કપટ રહિત બને છે તેથી સ્ત્રીવેદ કે નપુંસક વેદને બાંધતો નથી અને પૂર્વે બાંધેલ હોય તો તેનો નાશ કરે છે.
નોંધ : સ્ત્રીવેદ એટલે સ્ત્રી જાતિને યોગ્ય પ્રકૃતિ અને શરીરનું પામવું. ૬. હે પૂજય ! આત્મનિંદાથી જીવ શું પામે છે ?
આત્મદોષોની નિંદાથી પશ્ચાત્તાપની ભઠ્ઠીને જગાવે છે અને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં દોષોને બાળી વૈરાગ્ય પામે છે. અને એ વિરક્ત પુરુષ અપૂર્વ કરણની શ્રેણિ (ક્ષપક શ્રેણિ) પ્રાપ્ત કરે છે. અને તે પ્રાપ્ત કરનાર તે ત્યાગીજન મોહનીય કર્મને ખપાવે છે.
નોંધ : કર્મનું સવિસ્તર વર્ણન તેત્રીસમા અધ્યયનમાં જુઓ
૭. હે પૂજય ! ગહ (અન્ય સમીપે આત્મનિંદા કરવા)થી જીવ શું મેળવે છે ?
ગથી આત્મનમ્રતા (લઘુતારૂપ બુટ્ટીને) મેળવે છે અને તેવો જીવ અપ્રશસ્ત કર્મબંધનના હેતુથી યોગોને નિવૃત્ત કરી પ્રશસ્ત યોગો પામે છે