________________
૧૯૦
ઉત્તરાધ્યયન સૂત્ર
શરીરનું સ્થાપન), (૫૯) જ્ઞાન સંપન્નતા (જ્ઞાનની પ્રાપ્તિ) (૬૦) દર્શન સંપન્નતા (સમ્યકત્વ પ્રાપ્તિ), (૬૧) ચારિત્ર સંપન્નતા (શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ), (૬૨) શ્રોતેન્દ્રિય નિગ્રહ (કાનનો સંયમ), (૬૩) આંખનો સંયમ, (૬૪) ઘ્રાણેન્દ્રિય (નાકનો સંયમ), (૬૫) જીભનો સંયમ, (૬૬) સ્પર્શેન્દ્રિયનો સંયમ, (૬૭) ક્રોવિજય, (૬૮) માનનો વિજય, (૬૯) માયાનો વિજય, (૭૦) લોભનો વિજય, (૭૧) રાગદ્વેષ અને મિથ્યાદર્શન (અજ્ઞાન)નો વિજય, (૭૨) શૈલેશી (મન, વચન અને કાયાના યોગનું રુંધવું પર્વતની પેઠે આત્મઅડોલતાની સ્થિતિ), અને (૭૩) અકર્મતા (કર્મરહિત અવસ્થા).
ભગવાન બોલ્યા :
૧. (શિષ્ય પૂછે છે :) હે પૂજ્ય ! સંવેદ (મુમુક્ષુતા)થી જીવાત્મા શું પ્રાપ્ત કરી શકે છે ? (કયા ગુણને પામે છે ?)
ગુરુ બોલ્યા : સંવેગથી અનુત્તર ધર્મશ્રદ્ધા જાગે છે અને એવી અપૂર્વ ધર્મશ્રદ્ધાથી શીઘ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે દ્વારા તે અનંતાનુબંધી (જીવાત્મા સાથે દઢ બંધાયેલા) ક્રોધ, માન, માયા અને લોભને ખપાવે છે. (આ સ્થળે કષાયોનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ એ ત્રણેમાંથી યોગ્યતા પ્રમાણે એક સ્થિતિ હોય છે.) તે જીવાત્મા નવું કર્મ બાંધતો નથી અને કર્મબંધનના નિમિત્તરૂપ મિથ્યાત્વની શુદ્ધિ કરીને દર્શન (સમક્તિ)નો આરાધક થાય છે. ઉચ્ચ પ્રકારની સમક્તિની વિશુદ્ધિથી (ક્ષાયિક સમક્તિની ઉચ્ચ સ્થિતિથી) કોઈ કોઈ જીવ તો તે જ ભવ મોક્ષ પામે છે એ જેઓ તે જ ભવે મોક્ષ ન પામે તેઓ પણ આત્મ વિશુદ્ધિ વડે ત્રીજે ભવે અવશ્ય મોક્ષ પામે છે. નોંધ : ત્રણ ભવથી અધિક ભવ તેને કરવા પડતા નથી.
૨. હે પૂજ્ય ! જીવાત્મા નિર્વેદ (નિરાસક્તિ)થી શું પામે છે ?
નિર્વેદથી દેવ, મનુષ્ય અને પશુ સંબંધીના પ્રત્યેક કામભોગોમાં શીઘ્ર વેરાગ્ય પામે છે અને તેથી બધા વિષયોથી વિરક્ત થાય છે. અને સર્વ વિષયોથી વિરક્ત થયેલો તે આરંભનો (પાપક્રિયાનો) પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરીને સંસારના માર્ગને ક્રમપૂર્વક છેદી નાખે છે. અને સિદ્ધિ (મોક્ષ) માર્ગે ગમન કરે છે.
૩. હે પૂજય ! ધર્મશ્રદ્ધાથી જીવ શું ફળ પામે છે ?
ધર્મશ્રદ્ધાથી સાતાવેદનીય (કર્મથી પ્રાપ્ત થયેલા) સુખો મળવા છતાં તેમાં રાચતો નથી. પણ વૈરાગ્ય ધર્મને પામે છે અગર (ગૃહસ્થાશ્રમ) ધર્મને