________________
સમ્યકત્વ પરાક્રમ
૧૮૯ તેનો આ અર્થ આ પ્રમાણે ક્રમથી કહેવાય છે. જેમ કે (૧) સંવેગ (મોક્ષાભિલાષ), (૨) નિર્વેદ (વેરાગ્ય), (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરસાધર્મિક શશ્રઉષણા (મહાપુરુષો અને સહધર્મીઓની સેવા), (૫) આલોચના (દોષોની વિચારણા), (૬) નિન્દા (દોષોની નિન્દા-આત્મનિંદા), (૭) ગહ (દોષ પ્રત્યે તિરસ્કાર), (૮) સામાયિક (આત્મભાવમાં લીન થવાની ક્રિયા), (૯) ચતવિશતિસ્તવ (ચોવીશ તીર્થકરોની સ્તુતિ), (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ (પાપનું પ્રાયશ્ચિત કરવાની ક્રિયા), (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા લેવી), (૧૪) સ્તવ સ્તુતિમંગળ (ગુણીજનની સ્તુતિ), (૧૫) કાલ પ્રતિલેખના (સમય નિરીક્ષણ), (૧૬) પ્રાયશ્ચિતકરણ (પ્રાયશ્ચિત્તની ક્રિયા), (૧૭) ક્ષમાપન, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચન, (૨૦) પ્રતિપ્રચ્છના (પ્રશ્નોત્તર), (૨૧) પરિવર્તન (અભ્યાસનું પુનરાવર્તન) (૨૨) અનુપ્રેક્ષા (ઊંડું ભિન્ન ભિન્ન ચિંતન), (૨૩) ધર્મકથા, (૨૪) શાસ્ત્ર આરાધના (જ્ઞાનપ્રાપ્તિ), (૨૫) ચિત્તની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨૭) તપ, (૨૮) વ્યવદાન (કર્મનું વિખરાવું), (૨૯) સુખશાય (સંતોષ), (૩૦) અપ્રતિબદ્ધતા (અનાશક્તિ), (૩૧) એકાંત આસન, શયન અને સ્થાનનું સેવન, (૩૨) વિનિવર્તિના (પાપક્રિયાથી નિવૃત્ત થવું), (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન (સ્વાવલંબન), (૩૪) ઉપધિ પ્રત્યાખ્યાન (અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ અથવા વસ્ત્ર, પાત્ર ઇત્યાદિનો ત્યાગ), (૩૫) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) યોગ પ્રત્યાખ્યાન, પાપપ્રસંગનો ત્યાગ, (૩૮) શરીરનો ત્યાગ, (૩૯) સહાયકનો ત્યાગ, (૪૦). ભક્ષ્ય પ્રત્યાખ્યાન (અણસણ-શરીરનો અંતકાલ જાણી સર્વથા આહારનો ત્યાગ), (૪૧) સ્વભાવ પ્રત્યાખાન (દુષ્ટ પ્રકૃતિઓથી નિવૃત્તિ, (૪૨) પ્રતિરૂપતા (મન, વચન ને કાયાની એકતા-કર્તવ્યપાલન), (૪૩) વૈયાવૃત્ય (ગુણીજનની સેવા), (૪૪) સર્વ ગુણસંપન્નતા (આત્માના સર્વ ગુણોની પ્રાપ્તિ), (૪૫) વીતરાગતા (રાગદ્વેષથી વિરક્તિ), (૪૬) ક્ષમા, (૪૭) મુક્તિ (નિર્લોભતા), (૪૮) સરલતા (કપટનો ત્યાગ), (૪૯) મૃદુતા નિરભિમાનતા, (૫૦) ભાવસય (શુદ્ધ અંતઃકરણ), (૫૧) કરણ સત્ય (સાચી પ્રવૃત્તિ), (પર) યોગ સત્ય (મન, વચન અને કાયાનો વ્યાપાર સત્યરૂપ હોય તે દશા), (૫૩) મનોગુપ્તિ (મનનો સંયમ), (૫૪) વચનગુપ્તિ (વચનનો સંયમ), (૫૫) કાયગુપ્તિ (કાયાનો સંયમ) (૫૬) મનઃસમાધારણા (સત્યમાં ચિત્તની એકાગ્રતા) (૫૭) વાકસમાધારણા (વચનનું યોગ્ય માર્ગમાં નિરૂપણ), (૫૮) કાય સમાધારણા (સત્યપ્રવૃત્તિમાં