________________
મોક્ષમાર્ગગતિ
૧૮૭
૩૦. દર્શન વિના (સમક્તિ રહિત) જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણો ન હોય અને ચારિત્રના ગુણ વિના (કર્મથી) મુક્તિ ન મળે અને કર્મમુક્તિ વિના નિર્વાણગતિ (સિદ્ધપદ) થાય નહિ.
૩૧. ૧. નિઃશક્તિ (જિનેશ્વરના વચન વિશે શંકા રહિત થવું), ૨. નિઃકાંક્ષિત (અસત્ય મતોમાં વાંચ્છા રહિત થવું), ૩. નિર્વિચિકિત્સ્ય (ધર્મફળમાં સંશય રહિત થવું), ૪. અમૂઢ દૃષ્ટિ (ઘણાં મતમતાંતરો જોઈને મૂંઝાવું નહિ તે અર્થાત્ અડગ શ્રદ્ધાવાળું થવું), ૫. ઉપબૃહા (સત્યધર્મ પામીને જે ગુણી પુરુષો હોય તેમની પ્રશંસા કરે અને ગુણવૃદ્ધિ કરે તે) ૬. સ્થિરીકરણ (ધર્મથી શિથિલ થતા હોય તેને સ્થિર કરવા), ૭. વાત્સલ્ય (સ્વધર્મનું હિત સાધવું અને સ્વધર્મીઓની ભક્તિક ૨વી), ૮. પ્રભાવના (સત્યધર્મની ઉન્નતિ કરવી અને પ્રચાર કરવો) આ આઠ સમ્યકત્વ દૃષ્ટિના આચારો છે.
૩૨, પ્રથમ સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર.
૩૩. અને પાંચમું કષાય રહિત યથાખ્યાત ચારિત્ર (તે અગિયારમાં કે બારમાં ગુણસ્થાન રહેલા) છઘસ્થને તથા કેવળીને હોય છે. આ પ્રમાણે કર્મને ખપાવનારાં ચારિત્ર પાંચ પ્રકારનાં કહ્યાં છે.
નોંધ : સામાયિક ચારિત્ર પાંચ મહાવ્રતરૂપ પ્રથમ ચારિત્રને કહેવામાં આવે છે. બીજું સામાયિક ચારિત્રના કાળનો છેદ કરીને ફરી સ્થાપન કરવું તેનું નામ છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર ઉચ્ચ પ્રકારના જ્ઞાન અને તપશ્ચર્યાપૂર્વક નવ સાધુઓ સાથે રહી દોઢ વર્ષ સુધી પાળે છે તે સૂક્ષ્મ સંપરાય એટલે અલ્પ કષાયવાળું ચારિત્ર.
૩૪. તપ આંતિરક તેમ જ બાહ્ય એમ બે પ્રકારે વર્ણવેલું છે. બાહ્ય તપના અને આંતરિક તપના છ છ પ્રકારો છે.
નોંધ : તપશ્ચર્યાના વિશેષ અધિકાર માટે ત્રીસમું અધ્યયન જુઓ. ૩૫. જીવાત્મા જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી તે પર શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી આવતાં કર્મોનો રોધ કરે છે. અને તપથી પૂર્વનાં કર્મો ખપાવી શુદ્ધ થાય છે.
૩૬. એ પ્રમાણે સંયમ અને તપથી પૂર્વકર્મોને દૂર કરીને સર્વ દુઃખથી રહિત થઈ મહર્ષિઓ શીધ્ર મોક્ષગતિ પામે છે.
એમ કહું છું.
એ પ્રમાણે મોક્ષમાર્ગગતિ સંબંધીનું અઠ્ઠાવીસમું અધ્યયન સમાપ્ત થયું.