________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨. જેમ પાણીમાં તેલનું બિંદુ વિસ્તાર પામે અને એક બીજ વાવ્યેથી અનેક બીજ ઉત્પન્ન થાય તેમ એક પદથી કે એક હેતુથી ઘણાં પદ, ઘણાં દષ્ટાંત અને ઘણા હેતુએ પદાર્થ પર શ્રદ્ધા વધે અને સમક્તિ પામે તેવા પુરુષને બીજરુચ સક્તિ જાણવો.
૨૩. જેણે અગિયાર અંગ અને બારમો દષ્ટિવાદ અને બીજા ઇતર સિદ્ધાંતોના અર્થને બરાબર જાણીને સમક્તિ પાપ્ત કર્યું છે તેને અભિગમરુચિ જાણવો.
૨૪. છ દ્રવ્યના સર્વ ભવો, સર્વ પ્રમાણો અને સર્વ નયોથી જેણે જાણીને સમક્તિ પ્રાપ્ત કર્યું છે તેને વિસ્તારરુચિ સમક્તિ જાણવો,
નોંધ : નય એ પ્રમાણનો અંશ છે. નય એટલે વિચારોનું વર્ગીકરણ તેના સાત પ્રકાર છે. ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર ૫. શબ્દ ૬. સભિરૂઢ ૭. એવંભૂત.
પ્રમાણ ચાર છે ઃ ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન ૪. આગમ, બધા પદાર્થોના જ્ઞાનમાં નય અને પ્રમાણની આવશ્યકતા રહે છે.
૧૮૬
૨૫. સત્યદર્શન અને જ્ઞાનપૂર્વક, ચારિત્ર, તપ, વિનય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ઇત્યાદિ શુદ્ધ ક્રિયાઓ કરતાં સમક્તિ પામે તે ક્રિયારુચિવાળો જાણવો. ૨૬. જે અસત, મત, વાદ કે દર્શનોમાં સપડાયો નથી કે સત્ય સિવાયના બીજા કોઈ પણ વાદોને માનતો નથી છતાં વીતરાગના પ્રવચનમાં અતિ નિપુણ નથી (અર્થાત્ વીતરાગ માર્ગની શ્રદ્ધા શુદ્ધ છે પણ વિશેષ ભણેલો નથી) તે સંક્ષેપચિ સમક્તિ જાણવો.
૨૭. જે અસ્તિકાય (દ્રવ્યસ્વરૂપ), સુત (શાસ્ત્ર) ધર્મ અને ચારિત્રધર્મને જિનેશ્વરોએ કહેલ છે તે રીતે શ્રદ્ધા રાખે છે તેને ધર્મરુચિ સમક્તિ જાણવો.
૨૮. (૧) પરમાર્થ (તત્ત્વ)નું ગુણકીર્તન કરવું. (૨) જે પુરુષો પરમ અર્થતત્ત્વને પામ્યા છે તેઓની સેવા કરવી. (૩) જે માર્ગથી પતિત થયા હોય કે અસત્ય દર્શન કે વાદમાં માનતા હોય તેનાથી દૂર રહેવું. એ ત્રણ ગુણોથી સમક્તિની શ્રદ્ધા પ્રગટે છે. (એ ત્રણ ગુણો જાળવી સમક્તિ રાખવાથી શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહે છે.)
૨૯. સમક્તિ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ અને સમક્તિ હોય ત્યાં તો ચારિત્ર હોય અને ન પણ હોય. જો એકી સાથે સમ્યકત્વ અને ચારિત્ર ઉત્પન્ન થાય તો ત્યાં પહેલાં સમક્તિ જાણવી.
:
નોંધ ઃ સમક્તિ એ ચારિત્રની પૂર્વવર્તી સ્થિતિ છે. યથાર્થ જાણ્યા વિનાનું આચરેલું અર્થવનાનું છે.