________________
મોક્ષમાર્ગગતિ
૧૮૫
૧૩. એકઠું થવું, વિખરાવું, સંખ્યા, આકાર (વર્ણાદિનો) સંયોગ તથા વિભાગ એ બધી ક્રિયાઓ પર્યાયોની બોધક છે. માટે તે જ તેનું લક્ષણ ધારવું.
૧૪. જીવ. અજીવ પુષ્ય, પાપ, આસ્ત્રત્વ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો છે.
૧૫. સ્વાભાવિક રીતે (જાતિસ્મરણ જ્ઞાન ઇત્યાદિથી) કે કોઈના ઉપદેશથી ભાવપૂર્વક તે બધા પદાર્થોની યથાર્થ શ્રદ્ધા થવી તે સ્થિતિને મહાપુરુષોએ સમક્તિ કહી છે.
નોંધ : સમક્તિ એટલે સમ્યકત્વ યથાર્થ આત્મભાન. જૈન દર્શનમાં વર્ણવેલાં ૧૪ ગુણસ્થાનકોમાં ચોથે ગુણસ્થાનકથી જ આત્મવિકાસ શરૂ થાય છે.તે શરૂઆતને સમક્તિ કહેવાય છે.
૧૬. (૧) નિસર્ગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બીજરુચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરુચિ. આ દસ રુચિઓથી સમક્તિ તરતમ ભાવે પમાય છે.
૧૭. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આત્રવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ. એ નવ પદાર્થોને યથાર્થ રીતે જાતિસ્મરણાદિ જ્ઞાન કરીને જાણ્યા પછી તે પર શ્રદ્ધા થાય તે નિસર્ગરુચિ કહેવાય છે.
૧૮. જે પુરુષ જિનેશ્વરોએ યથાર્થ અનુભવેલા ભાવોનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પોતાની મેળે જ જાતિસ્મરણાદિ જ્ઞાન (નિમિત્ત)થી જાણીને તે એમ જ છે, બીજી રીતે નથી એવી અડગ શ્રદ્ધા રાખી શકે છે તે નિસર્ગ રુચિવાળો સમક્તિ જાણવો.
૧૯. ઉપર્યુક્ત ભાવો કે જે કેવળી કે છહ્મસ્થગુરુઓ વડે કહેવાયેલા છે તેના ઉપર શ્રદ્ધા રાખી શકે છે તે ઉપદેશ રુચિવાળો સમક્તિ જાણવો.
૨૦. જેનાં રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન નીકળી ગયાં છે તેવા મહાપુરુષની આજ્ઞાથી તત્ત્વ પર રુચિપૂર્વક શ્રદ્ધા ધરાવે છે તે આજ્ઞારુચિવાળી સમક્તિ કહેવાય છે.
૨૧. જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યથી સૂત્રને ભણીને તે સૂત્ર વડે સમક્તિ પામે છે તે શ્રુતરુચિવાળો સમક્તિ જાણવો.
નોંધ : આચારાંગાદિ અંગો અંગપ્રવિષ્ટ કહેવાય છે અને તે સિવાયનાં બીજાં સૂત્રો અંગબાહ્ય કહેવાય છે.