________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૪. તે પૈકી પહેલા પ્રકારમાં કહેલું જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃપર્યાય જ્ઞાન અને (૫) કૈવલજ્ઞાન. નોંધ : આ બધાં જ્ઞાનનો વિશેષ અધિકાર નંદી વગેરે આગમોમાં છે. પ. જ્ઞાની પુરુષોએ દ્રવ્ય, ગુણ અને તેના સર્વ પર્યાયોને સમજવા માટે આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે.
નોંધ : પર્યાય એટલે પલટાતી અવસ્થા. તે પદાર્થ અથવા ગુણ માત્રમાં હોય છે.
૧૮૪
૬. ગુણો જેને આશ્રયે રહેલા હોય છે તેને દ્રવ્ય કહેવાય છે અને એક દ્રવ્યમાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ કે જ્ઞાનાદિ જે ધર્મોથી રહેલા છે તે ગુણો કહેવાય છે. અને દ્રવ્ય તથા ગુણ બંનેને આશ્રિત થઈ રહે છે તેને પર્યાયો કહેવાય છે.
નોંધ : જેમ કે આત્મા એ દ્રવ્ય છે જ્ઞાનાદિ એ તેના ગુણો છે. અને કર્મવશાત્ ભિન્ન ભિન્ન રીતે રૂપાંતર થાય છે તે તેના પર્યાયો છે.
૭. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, કાલાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ છ દ્રવ્યરૂપ લોક, કેવળજ્ઞાની જિનેશ્વરોએ બતાવ્યો છે. (અસ્તિકાય) એ જૈનદર્શનનો સમૂહવાચી પારિભાષિક શબ્દ છે.
૮. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે એકેક દ્રવ્ય છે એ કાળ પુદ્ગલ તથા જીવો સંખ્યામાં અનંત છે.
નોંધ : સમય ગણનાની અપેક્ષાએ અહીં કાળની અનંતતા બતાવી છે. ૯. ગતિમાં સહાય કરવી તે ધર્માસ્તિકાયનું લક્ષણ છે, અને સ્થિરતામાં સહાય કરવી તે અધર્માસ્તિકાયનું લક્ષણ છે. આકાશ એ બધાય દ્રવ્યોનું ભાજન છે અને બધાંને અવકાશ આપવો તે તેનું લક્ષણ છે.
૧૦. પદાર્થની ક્રિયાઓનાં પરિવર્તન પરથી સમયની જે ગણતરી થાય છે તે જ કાળનું લક્ષણ છે. ઉપયોગ (જ્ઞાનાદિ વ્યાપાર) જીવનું લક્ષણ છે. અને તે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી વ્યક્ત થાય છે.
૧૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનાં વિશિષ્ટ લક્ષણો છે.
૧૨. શબ્દ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા, તાપ, વર્ણ (પીળો, ધોળો વગેરે રંગ) ગંધ,રસ અને સ્પર્શ એ બધાં પુદ્ગલોનાં લક્ષણ છે.
નોંધ : પુદ્ગલ એ જૈનદર્શનમાં જડ પદાર્થમાં વપરાતો પારિભાષિક શબ્દ છે.