________________
મોક્ષમાર્ગગતિ
૧૮૩
અધ્યયન : અઠ્ઠાવીસમું મોક્ષમાર્ગગતિ મોક્ષમાર્ગનું ગમન
સર્વ જીવોનું લક્ષ્ય એક માત્ર મોક્ષ, નિર્વાણ કે મુક્તિ જ છે. દુઃખથી કે કષાયોથી મુકાવું તે મોક્ષ. કર્મબંધનથી મુકાવું તે મુક્તિ. શાંતિસ્થાન પ્રાપ્ત કરવું તે નિર્વાણ. તે સ્થિતિમાં જ સર્વ સુખ સમાયાં છે. જૈનદર્શન આખા સંસારને ચેતન અને જડ-જીવ અને અજીવ-માં વિભક્ત કરે છે. અને તે બંને તત્ત્વોનાં સહાયક તેમ જ આધારભૂત તત્ત્વો જેવાં કે ધર્મ, અધર્મ આકાશ અને કાળને ઉમેરીને એ છ પદાર્થોમાં આ આખા લોકોને સમાવી દે છે.
એટલે જીવનની ઓળખાણ-જીવનું યથાર્થ ભાન-એ સૌથી પ્રથમ આવશ્યક છે. આ સ્થિતિ એ જ સમ્યગ્દર્શન, આવી સ્થિતિ થયા પછી આત્માના અનુપમ જ્ઞાનની જે ચિનગારી ફૂટી નીકળે તે જ સાચું જ્ઞાન.
આવી સ્થિતિ પ્રાપ્ત કરવામાં શાસ્ત્રશ્રવણ, આત્મચિંતન, સત્સંગ અને સદવાંચન એ બધાં ઉપકારક અંગો છે. આ નિમિત્તો દ્વારા સત્યને જાણી, વિચારી તથા અનુભવી આગળ વધવું એ જ એક હેતુ હોવો જોઈએ.
ભગવાન બોલ્યા : ૧. યથાર્થ મોક્ષનો માર્ગ જે જિનેશ્વરોએ કહેલો છે તેને સાંભળો. તે માર્ગ ચાર કરણોથી સંયુક્ત અને જ્ઞાનદર્શન (ચારિત્ર અને તપ)ના લક્ષણરૂપ છે.
નોંધ : અહીં “જ્ઞાનદર્શન લક્ષણા' વિશેષણ આપવાનું પ્રયોજન એ છે કે મોક્ષમાર્ગમાં તે બંનેની જ પ્રથમ આવશ્યકતા છે.
૨. (૧) જ્ઞાન (પદાર્થની યથાર્થ સમજ), (૨) દર્શન (યથાર્થ શ્રદ્ધા), (૩) ચારિત્ર (વ્રતાદિનું આચરણ) અને (૪) તપ. આ પ્રકારથી યુક્ત મોક્ષનો માર્ગ કેળવજ્ઞાની જિનેશ્વરીએ ફરમાવ્યો છે.
નોંધ : ચારિત્રથી નવા કર્મોનું બંધન થતું નથી અને તપથી પૂર્વકર્મનો ક્ષય થાય છે.
૩. જ્ઞાન, દર્શન; ચારિત્ર અને તપથી સંયુક્ત એવા આ માર્ગને પામેલા જીવો સદ્ગતિમાં જાય છે.