________________
૧૮૨
ઉત્તરાધ્યયન સૂત્ર તે ઘેર જ નહિ હોય, હું માનું છું કે ત્યાં બીજા ભિક્ષુને મોકલો તો ઠીક. હું શું એકલો જ છું ? આ પ્રમાણે ગુરુને સામો જવાબ આપીને ભિક્ષાર્થે જતા જ નથી.
૧૩. અથવા કોઈ પ્રયોજને મોકલ્યા હોય તો તે કાર્ય કરી આવતા નથી અને જૂઠું બોલે છે. કાં તો ગુરુ કાર્ય બતાવે છે માટે આશ્રયસ્થાનની બહાર આમતેમ ભમવામાં સમય ગાળે છે. અને કદાચ કાર્ય કરે તો પણ રાજવેઠની માફક તેને માને છે. અને રીસથી કપાળની ભમરો ઊંચી કરી મોઢું ચડાવે છે.
૧૪. તે બધા કુશિષ્યો; ભણાવ્યા, ગણાવ્યા, દીક્ષિત કર્યા તથા ભાત પાણીથી પોપ્યા પછી જેમ પાંખ આવ્યા પછી હંસલાઓ દિશાવિદિશામાં સ્વેચ્છાથી ગમન કરે છે તેમ, ગુરુને છોડી એકલા સ્વછંદતાથી ગમન કરે છે.
૧૫. જેમ ગળિયા બળદની સાથે રહેલો સારથી (ખેડૂત) ખેદ કરે છે. તેમ ગર્ગાચાર્ય પોતાના આવા કુશિષ્યો હોવાથી આમ ખેદ કરે છે, અને કહે છે કે જે શિષ્યોથી મારો પોતાનો આત્મા હણાય તેવા દુષ્ટ શિષ્યોથી શું?
૧૬. જેવા ગળિયા ગધેડા હોય તેવા મારા શિષ્યો છે. એમ વિચારી ગાયૅચાર્ય મુનીશ્વર તે ગળિયા ગધેડાઓને તજીને તપ આચરે છે.
૧૭. ત્યારબાદ સુકોમળ, નમ્રતાયુક્ત, ગંભીર, સમાધિવંત અને સદાચારમય વર્તનથી તે ગાગ્યે મહાત્મા આ વસુધામાં વિહરતા હતા.
નોંધ : ગળિયો બળદ ગાડાને ભાંગી નાખે છે, ગાડીવાનને રંજાડે છે અને સ્વચ્છેદથી દુઃખી થાય છે તેમ સ્વચ્છંદી સાધક સંયમથી પતિત થાય છે. આલંબન (સહાયક સદ્ગર ઇત્યાદિ)નો લાભ લઈ શકતો નથી અને પોતાના આત્માને પણ કલુષિત કરે છે. સ્વતંત્રતાના ઓઠા નીચે ઘણે ભાગે બહુજનો સ્વછંદતાને જ પોષતા હોય છે. સ્વચ્છંદતા પણ વાસ્તવિક રીતે તો પરતંત્રતા જ છે અને મહાપુરુષો પ્રત્યેની અર્પણતા ઉપરથી પરતંત્રતા જણાય છે પરંતુ વાસ્તવિક સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતાનો ઉપાસક જ આગળ વધી શકે છે.
એમ કહું છું. એ પ્રમાણે ખલું કીય નામનું સત્તાવીસમું અધ્યયન સમાપ્ત થયું.