________________
ખલુંકીય
૧૮૧ ૪. તેવા બળદને કેટલાક ગાડીવાનો પૂછડે બટકું ભરે છે. કેટલાક વારંવાર પરોણાની આરોથી વીંધી નાખે છે. પરંતુ તે ગળિયા બળદો ચાલતા નથી. મારવા છતાં કેટલાક ધોંસરી ભાંગી નાખે છે અને કેટલાક કુમાર્ગે લઈ જાય છે.
૫. કેટલાક ચાલતાં ચાલતાં પાસાભેર પડી જાય છે, કેટલાક બેસી જાય છે અને કેટલાક સૂઈ જાય છે, ને મારવા છતાં ઊઠતા જ નથી. કોઈ બળદ ઊછળે છે, કોઈ દેડકાની માફક ઠેકડા મારવા માંડે છે, તો કોઈ વળી ધૂર્ત બળદ તરુણ ગાયને જોઈ તેની પાછળ દોડે છે.
૬. કેટલાક માયાવી બળદ માથું નીચું રાખી પડી જાય છે, કોઈ વળી મારથી કોપી જે બાજુ જવું હોય ત્યાં ન જતાં ઊંધે માર્ગે ચાલવા માંડે છે. કોઈક ગળિયો બળદ ઢોંગ કરી જાણે મરી ન ગયો તેમ બેસી રહે છે. તો વળી કોઈ ખૂબ વેગભર નાસવા જ માંડે છે.
૭. કોઈ દુષ્ટ બળદ રાસડીને તોડી નાખે છે. કોઈ સ્વચ્છંદી બળદ ધોસણું ભાંગી નાંખે છે. વળી કોઈ ગળિયો બળદ તો સુસવાટા ને હુંફાડા મારી ખેડૂતના હાથમાંથી સરકી ઝટ પલાયન થઈ જાય છે.
૮. જેમ ગાડીમાં જોડેલા ગળિયા બળદો ગાડીને ભાંગી નાખી ધણીને હેરાન કરી ભાગી જાય છે તે જ પ્રકારે તેવા સ્વચ્છંદી કુશિષ્યો પણ ખરેખર ધર્મ (સંયમધર્મ) રૂપ ગાડીમાં જોડાવા ધૈર્યથી રહિત થઈ તે સંયમધર્મને ભાંગી નાખે છે. (સાચા મનપૂર્વક સંયમ પાળતા નથી).
૯. (મારી પાસેના) કેટલાક કુશિષ્યો વિદ્યાની ઋદ્ધિના ગર્વથી મદમાતા અને અહંકારી થઈ ફરે છે. કેટલાક રસના લોલુપી છે. કેટલાક સાતાશીલીયા (શરીર સુખને જ ઇચ્છનારા) છે અને કેટલાક પ્રચંડ ક્રોધી છે.
૧૦. કેટલાક ભિક્ષા (લેવા જવા)ના આળસુ છે, કેટલાક અહંકારીઓ ભિક્ષાએ જતાં અપમાન થાય માટે ભીરુ થઈ એકસ્થાને બેસી રહે છે. કેટલાક મદોન્મત્ત શિષ્યો એવા છે કે જયારે હું પ્રયોજન પૂર્વક (સંયમમાર્ગને ઉચિત) શિખામણ આપું છું
૧૧. તો વચ્ચે જ સામું બોલીને દોષો જ પ્રગટ કરી બતાવે છે અને કેટલાક તો આચાર્યોના વચન (શિક્ષા)થી વારંવાર વિરુદ્ધ જ વર્તે છે.
૧૨. કેટલાકને ભિક્ષાર્થે મોકલવા છતાં જતા નથી. અથવા બહાનાં કાઢે છે કે “તે બાઈ (શ્રાવિક) મને ઓળખતી જ નથી. તે મને નહિ આપે.