________________
સમાચારી
૧૭૯
૪૪. (હવે રાત્રિની વિધિ કહે છે). પહેલે સ્વાધ્યાય, બીજે ધ્યાન, ત્રીજે નિદ્રા અને ચોથે પ્રહરે મુનિ પુનઃ સ્વાધ્યાય કરે.
૪૫. ચોથી પોરસીનો આવેલો કાળ જાણીને ચોથી પોરસીનો કાળ સમજીને) પોતાના અવાજથી ગૃહસ્થીઓ ન જાગે તેવી રીતે સ્વાધ્યાય કરે.
૪૬. ચોથી પોરસીનો ચોથો ભાગ બાકી રહે (સૂર્યોદયથી બે ઘડી પહેલાં સ્વાધ્યાય કાલથી નિવૃત્ત થઈને) ત્યારે આવશ્યક કાળનું પ્રતિલેખન કરી (પ્રતિક્રમણનો કાળ જાણીને) પછી ગુરુને વંદન કરે.
૪૭. (દેવસી પ્રતિક્રમણની વિધિ કહી છે તે પ્રમાણે બધી વિધિ થયા પછી-) સર્વ દુઃખથી મુકાવનાર કાયોત્સર્ગ આવે ત્યારે પ્રથમ કાયોત્સર્ગ કરે.
૪૮. તે કાયોત્સર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સંબંધી જે અતિચાર લાગ્યા તે અનુક્રમે ચિંતવે.
૪૯. કાયોત્સર્ગ પાળ્યા પછી ગુરુને વંદન કરીને રાત્રિ સંબંધી થયેલા અતિચારને ક્રમપૂર્વક પ્રગટ કરી આલોચના કરે.
૫૦. દોષ રહિત થઈને અને ક્ષમા યાચીને ગુરુને વંદન કર્યા બાદ ફરીથી સર્વ દુઃખોથી મુકાવનાર કાયોત્સર્ગ કરે.
નોંધ : કાયોત્સર્ગ એટલે દેહભાવથી મુક્ત થઈ ધ્યાનમાં રહેવાની ક્રિયા.
પ૧. કાયોત્સર્ગમાં ચિંતન કરે કે હવે હું કઈ જાતની તપશ્ચર્યા આકરું? પછી નિશ્ચય કરીને કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરે.
પ૨. ઉપર પ્રમાણે કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરી તેમની પાસેથી તપશ્ચર્યાના પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) લઈ સિદ્ધો (પરમેષ્ઠી)નું સંતવન કરે.
નોંધ : એ પ્રમાણે રાત્રિપ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગો)ની ક્રિયા પૂર્ણ થઈ.
૫૩. આ પ્રમાણે દસ પ્રકારની સમાચારી સંક્ષેપથી કહી. જેને આચરીને આ સંસારસાગરને ઘણા જીવો તરી ગયા. - અસાવધાનતા વિકાસની રોધક છે. ગમે તેવી સુંદર ક્રિયા હોય, પરંતુ અવ્યવસ્થિત હોય તો તેનાં કશાય મૂલ્ય નથી. વ્યવસ્થા અને સાવધાનતા એ બંને ગુણોથી માનસિક સંકલ્પનાં બળો વધે છે, સંકલ્પબળ વધવાથી આવી પડેલાં સંકટો કે વિરોધક બળો પરાસ્ત થાય છે અને ધારેલું ઇષ્ટ પાર પડે છે.
એમ કહું છું. એમ સમાચારી સંબંધીનું છવીસમું અધ્યયન સમાપ્ત થયું
1 1