________________
સમાચારી
૧૭૭ કરવું. (૭) પ્રતિલેખન કરતાં શંકા ઊપજે તો આંગળીઓથી ગણતાં ઉપયોગ ચૂકી જવો તે, આમ તેર પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહી છે.
૨૮. વધારે, ઓછી કે વિપરીત પ્રતિલેખના ન કરવી તે જ પદ (પ્રકાર) પ્રશસ્ત છે અને બીજા બધા પ્રકારો અપ્રશસ્ત સમજવા.
નોંધ : પ્રતિલેખનના આઠ ભેદો છે તે પૈકી ઉપર કહેલો પહેલો જ ભેદ આચરવો. બાકીના છોડી દેવા. - ૨૯. પ્રતિલેખના કરતાં કરતાં જો (૧) પરસ્પર વાર્તાલાપ કરે (૨) કોઈ દેશની કથા કરે, (૩) કોઈને પ્રત્યાખ્યાન આપે, (૪) કોઈને વાચના આપે કે (પ) પ્રશ્ન પૂછે તો
૩૦. પ્રતિલેખનામાં પ્રમાદ કરીને તે ભિક્ષુ પૃથ્વી; પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે હાલતા ચાલતા જીવોનો વિરોધક બને છે. - ૩૧. અને જો પ્રતિલેખનમાં બરાબર ઉપયોગ રાખે તો તે ભિક્ષુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે હાલતા ચાલતા જીવોનો રક્ષક બની શકે છે.
નોંધ : જોકે વસ્ત્રપાત્રાદિના પ્રતિલેખનમાં પ્રમાદ કરવાથી માત્ર હાલતા ચાલતા જીવોનો કે વાયુકાયના જીવોનો ઘાત સંભવે છે પરંતુ પ્રમાદ એ વસ્તુ જ એવી જ છે કે તે જીવનમાં વ્યાપક થઈ ભિક્ષુકના ઉદ્દેશને ભુલાવી છકાયની રક્ષામાં હાનિ ઉત્પન્ન કરે છે.
૩૨. ત્રીજી પોરસીમાં નીચેનાં છ પૈકી કોઈ પણ એક કારણ ઉત્પન્ન થાય ત્યારે આહારપાણીની ગવેષણા કરવી.
નોંધ : બીજે પ્રહરે ભિક્ષાચરી માટે જવાનું વિધાન, કાળ અને ક્ષેત્ર જોઈને કહેવાયેલું છે. તેનો આશય સમજી વિવેકપૂર્વક શોધન કરવું.
૩૩. ૧. સુધાવેદનાની શાંતિ માટે, ૨. સેવા માટે (શક્ત શરીર હોય તો સેવા કરી શકે તે સારું), ૩. ઇર્ષાર્થને માટે (ખાધા વિના આંખે અંધારાં આવતાં હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે), ૪. સંયમ પાળવાને માટે, પ, જીવન નિભાવવા માટે અને ૬. ધર્મધ્યાન અને ચિંતન માટે. આ પ્રમાણે છે કારણોથી નિગ્રંથ આહાર પાણી ભોગવે. - ૩૪. ધૈર્યવાન સાધુ કે સાધ્વી નીચેનાં છ કારણોસર આહાર ન કરે તો તે અસંયમી ન ગણાય. (એટલે કે સંયમના સાધક ગણાય).
૩૫, ૧. રોગી સ્થિતિમાં, ૨. ઉપસર્ગ (પશુ, મનુષ્ય કે દેવનું કષ્ટ આવે તે સહન કરવામાં, ૩. બ્રહ્મચર્ય પાળવાને માટે, ૪. નાના જીવોની