________________
૧૭૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૧. (હવે દિવસનું વિસ્તારપૂર્વક કર્તવ્ય કહે છે :) પહેલા પ્રહરને ચોથે ભાગે (સૂર્યોદયથી બે ઘડી સુધી) વસ્ત્રપાત્રનું પ્રતિલેખન કરવું અને પછી ગુરુને વંદન કરીને સર્વ દુઃખથી મુકાવનાર એવો સ્વાધ્યાય કરવો.
૨૨. પછી દિવસના છેલ્લા પ્રહરના ચોથે ભાગે ગુરુને વંદન કરીને સ્વાધ્યાય કાળનો અતિક્રમ (ઉલ્લંઘન) કર્યા સિવાય વસ્ત્રાપાત્રાદિનું પ્રતિલેખન કરવું.
૨૩. પહેલાં મુખપત્રિકાનું પ્રતિલેખન કરી પછી ગુચ્છકનું પ્રતિલેખન કરે. પછી ગુચ્છાને હાથમાં લઈને મુનિ વસ્ત્રોનું પ્રતિલેખન કરે.
૨૪. (વસ્ત્ર પ્રતિલેખનની વિધિ કહે છે :) (૧) વસ્ત્ર જમીનથી ઊંચું રાખવું. (૨) મજબૂત પકડવું (૩) ઉતાવળું પ્રતિલેખન ન કરવું, (૪) આદિથી માંડીને અંત સુધી બરાબર વસ્ત્રને જોવું. (આ માત્ર દષ્ટિની પ્રતિલેખના થઈ.) (૫) વસ્ત્રને થોડું ખંખેરવું, (૬) ખંખેરતાં જીવ ન ઊતરે તો ગુચ્છાથી તેને પૂંજવું.
૨૫. (૭) પ્રતિલેખન કરતી વખતે વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ અને (૮) વાળવું પણ નહિ. (૯) થોડો ભાગ પણ પ્રતિલેખન કર્યા વગરનો ન રાખવો. (૧૦) વસ્ત્રને ઊંચું, નીચું કે ભીંત પર અફળાવવું નહિ. (૧૧) ઝાટકવું નહિ. (૧૨) વસ્ત્રાદિકને વિશે જીવ દેખાય તો તે જીવ હથેળી પર ઉતારી તેનું રક્ષણ કરવું.
નોંધ : કેટલાક નવું વોટ નો અર્થ પડિલેહણ કરતાં નવ વાર જોવું એવો પણ કરે છે,
૨૬. (હવે છ પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહે છે :) (૧) આરભટા (પ્રતિલેખના વિપરીત રીતે કરવી), (૨) સંમદ (વસ્ત્રને ચોળવું કે મર્દવું), મૌશલી (ઊંચી, નીચી કે આડી ધરતીએ વસ્ત્રને લગાડવું), (૪) પ્રસ્ફોટના (પ્રતિલેખન કરતાં વારંવાર ઝાટકવું), (૫) વિક્ષિપ્તા (પ્રતિલેખન કર્યા વિના આઘાપાછા સરકાવી દેવા.), (૬) વેદિકા (ઘૂંટણ કે હાથમાં રાખતા જવું),
૨૭. (તે સિવાય બીજી સાત અપ્રશસ્ત પ્રતિલેખનાઓ કહે છે :) (૧) પ્રશિથિલ (વસ્ત્રને મજબૂત ન પકડવું), (૨) પ્રલંબ (વસ્ત્ર લાંબું રાખી પડિલેહણા કરવી) (૩) લોલ (ધરતી સાથે વસ્ત્રને રગદોળવું), (૪) એકામષ (એકી વખતે આખું વસ્ત્ર એક દૃષ્ટિમાં જોઈ લેવું) (૫) અનેક રૂપ ધૂની (પ્રતિલેખન કરતાં શરીર તથા વધને હલાવવું), (૯) પ્રમાદપૂર્વક પ્રતિલેખન