________________
સમાચારી
૧૭૫ નોંધ : પોરસી એટલે પ્રહર, સૂર્યની છાયા પરથી કાળનું પ્રમાણ મળે તે માટે આ વિધાન કરેલું છે.
૧૪. ઉપર કહ્યા તે સિવાય બીજા આઠ મહિનાને વિષે પ્રત્યેક સાત અહોરાત્રિએ (સાત દિવસે) એકેક અંગુલ અને છાયા પોરસીમાં વધે ઘટે છે.
નોંધ : શ્રાવણ વદી એકમથી પોષ સુદી પૂનમ છાયા વધે અને મહા વદી એકમથી તે અષાઢ સુધી પૂનમ સુધી છાયા ઘટે.
જે માસમાં તિથિ ઘટે છે તે કહે છે :
૧૫. અષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખ એ બધાના કૃષ્ણ પક્ષમાં એકેક તિથિ ઘટે છે.
નોંધ : ઉપરના છએ માસ ૨૯ દિવસના હોય છે તે સિવાયના બધા માસ ૩૦ દિવસના હોય છે. એ હિસાબે ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું ગણાય.
૧૬. (પોણી પોરસીના પગની છાયાનું માપ કહે છે:) જેઠ, અષાઢ અને શ્રાવણ આ ત્રણ મહિનામાં જે પોરસી માટે પગના છાયાનું માપ કહ્યું છે તે પગલાં ઉપર છે આગળ વધારી દેવાથી તે મહિનાની પોણી પોરસી થાય, અને ભાદરવો, આસો અને કાર્તિક એ ત્રણ મહિનામાં ઉપર જે માપ કહેલ છે તેમાં આઠ આગળ વધારવાથી પોણી પોરસી થાય. અને માગશર, પોષ અને મહા આ ત્રણ મહિનામાં કહેલ માપથી દશ આગળ વધારવાથી પોણી પોરસીનું માપ થાય. ફાગણ, ચૈત્ર અને વૈશાખ, આ ત્રણ મહિનામાં જે માપ કહેલ છે તેનાથી ૮ આંગળ છાયા વધારવાથી પોણી પોરસી થાય. આ વખતે વસ્ત્ર, પાત્રાદિકનું પ્રતિલેખન કરવું.
૧૭. વિચક્ષણ સાધુ રાત્રિના પણ ચાર ભાગ કરે અને રાત્રિના ચાર ભાગને વિષે પ્રત્યેક પોરસીને યોગ્ય કર્તવ્ય પ્રમાણે ગુણોની વૃદ્ધિ કરે.
૧૮. રાત્રિના પહેલે પ્રહરે સ્વાધ્યાય, બીજે પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિંદ્રા અને ચોથા પ્રહરે પાછો સ્વાધ્યાય કરવો.
૧૯. (રાત્રિની પોરસીનું માપ શી રીતે કાઢવું તે કહે છે :) જે કાળને વિશે જે જે નક્ષત્રો આખી રાત્રિ પૂર્ણ કરતાં હોય તે નક્ષત્ર આકાશના ચોથે ભાગે પહોંચે ત્યારે રાત્રિનો પહેલો પ્રહર પૂરો થયો જાણી સ્વાધ્યાય વિરમવું.
૨૦. અને તે જ નક્ષત્ર, આકાશના ચોથો ભાગ બાકી રહે તેટલે સુધી આવે અર્થાત કે ચોથી પોરસીમાં આવે ત્યારે સ્વાધ્યાય શરૂ કરવો. અને તે પોરસીના ચોથે ભાગે (બે ઘડી રાત્રિ બાકી રહે ત્યારે) કાળ જોઈ મુનિએ પ્રતિક્રમણ કરવું.