________________
૧૭૪
ઉત્તરાધ્યયન સૂત્ર માટે વિવેકપૂર્વક રહેવું અને વિનમ્ર ભાવથી વર્તવું તે ક્રિયા. આ પ્રમાણે દશ સમાચારીઓ કહેવાય છે.
૮. (દશમી સમાચારીમાં જે સ્થળે ભિક્ષુ રહ્યો હોય છે તે ગુરુકુળ વાસમાં તેણે રાત્રિ અને દિવસની શી ચર્ચા કરવી તે વિસ્તારપૂર્વક બતાવે છે.) દિવસના ચાર પ્રહર પૈકી સૂર્ય ઊગ્યા બાદ પહેલા પ્રહરને ચોથે ભાગે (તેટલા કાળ સુધીમાં) વસ્ત્રપાત્રાદિ (સંયમીનાં ઉપકરણો)નું પ્રતિલેખન કરવું અને તે ક્રિયા કર્યા બાદ ગુરુને વંદન કરીને
નોંધ : દિવસના ચાર પ્રહર હોય છે. તેથી જો ૩૨ ઘડીનો દિવસ હોય તો આઠ ઘડીનો પ્રહર ગણાય. તેનો ચોથો ભાગ બે ઘડી (૪૮ મિનિટ) ગણાય. જેન ભિક્ષુઓને હંમેશાં વસ્ત્રપાત્રાદિ જે સંયમ નિર્વાહનાં ઉપયોગી સાધનો હોય તેનું દિવસમાં બે વાર પ્રતિલેખન (ઝીણી નજરે સંપૂર્ણ નિરીક્ષણ) કરવું જોઈએ.
૯. બે હાથ જોડીને પૂછવું જોઈએ કે હે પૂજ્ય ! હવે શું કરું ? વૈયાવૃત્ય (સવા) કે સ્વાધ્યાય (અભ્યાસ) એ બે પૈકી આપ કઈ વસ્તુમાં મારી યોજના કરવા ઇચ્છો છો ? હે પૂજ્ય ! મને આજ્ઞા કરો.
૧૦. જો ગુરુજી વૈયાવૃત્ય (કોઈપણ જાતની સેવામાં જોડવાનું કહે તો અગ્લાન (ખેદ રહિત)પણે સેવા કરવી અને જો શાસ્ત્રોમાં સ્વાધ્યાયમાં યોજે તો સર્વ દુઃખથી છોડાવનારા અભ્યાસમાં શાંતિપૂર્વક લીન થવું.
નોંધ : (૧) વાચના (શિક્ષણ લેવું), (૨) પૃચ્છના પ્રશ્નો પૂછી સમાધાન કરવું), (૩) પરિવર્તનો (શીખેલાનું પુનરાવર્તન કરવું), (૪) અનુપ્રેક્ષા (ચિંતન) અને (૫) ધર્મકથા. આ પાંચે સ્વાધ્યાયના ભેદો છે.
૧૧. વિચક્ષણ મુનિવરે આખા દિવસના ચાર ભાગો પાડવા અને એ ચારે વિભાગોમાં ઉત્તર ગુણ (કર્તવ્ય કર્મની) ખીલવટ (વૃદ્ધિ) કરવી.
૧૨. (ચારે પ્રહરનાં સામાન્ય કર્તવ્યો કહે છે : પહેલે પ્રહરે સ્વાધ્યાય (અભ્યાસ) બીજે પ્રહરે ધ્યાન, ત્રીજે પ્રહરે ભિક્ષાચારી અને વળી ચોથે પ્રહરે સ્વાધ્યાયાદિ કરે.
નોંધ : પહેલા અને છેલ્લા પ્રહરમાં પ્રતિલેખન અને શારીરિક હાજત નિવારવાની ક્રિયા પણ આદિ શબ્દથી સમજી લેવી.
૧૩. અષાઢ માસમાં બે પગલે, પોષ માસમાં ચાર પગલે અને ચૈત્ર તથા આસો માસમાં ત્રણ પગલે પારસી થાય.