________________
સમાચારી
૧૭૩
૪. વળી નવમી અભ્યત્થાન અને દશમી ઉપસંપદા, આ પ્રમાણે દશ પ્રકારની સાધુ સમાચારી મહાપુરુષોએ કહી છે.
૫. તે દશ પ્રકારની સમાચારીને વિસ્તારપૂર્વક કહે છે:) ૧ગમન (ઉપાશ્રય, ગુરુકુળ સ્થાનની બહાર જવાને) વખતે આવશ્યકી સમાચારી આચરવી, અર્થાત્ આવશ્યક કાર્ય માટે બહાર જવું. ૨. નૈધિકીક્રિયા ઉપાશ્રયમાં આવ્યા પછી કરવી, અર્થાતુ હવે હું બહારનાં કાર્યથી નિવર્તી ઉપાશ્રયમાં દાખલ થયો છું. હવે બહાર જવાનો આવશ્યક કાર્ય સિવાય નિષેધ છે એમ માની વર્તવું. ૩. આપૃચ્છના ક્રિયા એટલે કોઈપણ પોતાનાં કાર્ય કરવામાં ગુરુને કે વડીલ સાધક મુનિવરને પૂછીને જ કરવું. ૪. પ્રતિપુચ્છના એટલે બીજાના કાર્ય માટે ફરીથી ગુરુને પૂછવું.
નોંધ : પહેલી અને બીજી ચર્યામાં કોઈપણ આવશ્યક ક્રિયા સિવાય ગુરુકુળ વાસ છોડવો નહિ તેમ બતાવી સાધકની જવાબદારી સમજાવી છે.ત્રીજીમાં વિનય એ સાધકનું પરમ કર્તવ્ય છે. તે અને ચોથીમાં અન્ય મુનિઓની સેવા તથા વિચારોનો ઉહાપોહ બતાવ્યો છે.
૬. ૫. પદાર્થ સમૂહોમાં છંદના-એટલે પોતાની સાથે રહેલા દરેક ભિક્ષુને વસ્તુઓનું નિમંત્રણ કરવું. જેમ કે ભિક્ષાદિ લાવ્યા બાદ બીજા મુનિઓને આમંત્રણ કરે કે કૃપા કરી આપ પણ આમાંથી કંઈ ગ્રહણ કરી મને લાભ આપો. આવા વર્તનને છંદના કહે છે. ૬. ઈચ્છાકાર-એટલે પોતાની કે પરની ઇચ્છા પરસ્પર જાણી જણાવી અનુકૂળ વર્તવું. ૭. મિથ્યાકાર એટલે ગફલતથી થયેલી પોતાની ભૂલોનું ખૂબ ચિંતન કરી તેનું પ્રાયશ્ચિત કરી તેને મિથ્યા (નિષ્ફળ) બનાવવું તે જાતની ક્રિયા. ૮. પ્રતિશ્રુતતÀતિકાર એટલે કે ગુરુજન કે વડીલ ભિક્ષુઓની આજ્ઞાનો સ્વીકાર કરી તેમનું કહેલું યથાર્થ છે, તેમ જાણી આદર કરવો તે જાતની ક્રિયા.
નોંધ : પાંચમીમાં એકલપેટાપણું છોડી હૃદયની ઉદારતા, છઠ્ઠીમાં સાથે વસતા ભિક્ષુકોનો પારસ્પરિક પ્રેમ, સાતમીમાં સૂક્ષ્મત્રુટિનું પણ નિવારણ અને આઠમી સમાચારીમાં આજ્ઞાની આધીનતા બતાવ્યાં છે.
૭. ૯. ગુરુ પૂજામાં અમ્યુત્થાન એટલે ઊઠવા બેસવામાં કે બીજી બધી ક્રિયાઓમાં ગુરુ ઇત્યાદિની અનન્યભાવે ભક્તિ બતાવવાની અને તેમના ગુણોની પૂજા કરવાની ચર્યા. ૧૦. અવસ્થાને ઉપસંપદા એટલે પોતાની સાથે રહેલા આચાર્ય, ઉપાધ્યાય કે અન્ય વિદ્યાગુરુઓ પાસે વિદ્યા મેળવવા