________________
જૈનદર્શન કહે છે કે “બહારના બધા સંગ્રામોથી વિરમો. તમારું કલ્યાણ, તમારું હિત, તમારું સાધ્ય એ બધું તમારામાં છે. તમો જે બહાર શોધી રહ્યા છો તે સાવ મિથ્યા વસ્તુ છે. પોતાના કોઈપણ સુખ માટે બીજા સાથેના અત્યાચાર, હિંસા કે યુદ્ધ એ બધ નકામાં છે.' કહ્યું છે કે,
अप्पामेव जुज्झाहि किंते जुज्झेण बज्झओ । अप्पाणमेव अप्पाणं, जइत्ता सुह मेहए ॥१॥ बरं मे अप्पा दंतो संजमेण तवेण य ।
माहं परेहिं दम्मतो बंधणेहिं वहे हि य ॥२॥ (૧) બહારના યુદ્ધથી શું વળવાનું છે ? માટે આંતરિક યુદ્ધ કરો. આત્માના સંગ્રામથી જ સુખ પામી શકશો.
(૨) બહારના વધ કે બંધનથી દમવા કે દમાવા કરતાં સંયમ અને તપથી પોતાનું આત્મદહન કરવું તે જ ઉત્તમ છે.
કર્મના અચળ કાયદાથી પુનર્જન્મનો સ્વીકાર : જડ, માયા કે કર્મથી સંડોવાયેલું ચૈતન્ય જે જે જાતની ક્રિયા કરે છે તેનું ફળ તેને પોતાને જ ભોગવવું પડે છે. જૈનદર્શન કહે છે કે :
'कडाण कम्माण न मोक्खअत्थि' કરેલાં કર્મને ભોગવી લીધા વિના કર્મથી છૂટી શકાતું નથી.'
કર્મનો કાયદો જ એવો છે કે જ્યાં સુધી તેનું બીજ બળી ન જાય ત્યાં સુધી શુભ કે અશુભરૂપે પરંપરાગત પરિણમન થતું રહેવાનું, અને જયાં સુધી કર્મથી સંબંધ રહે ત્યાં સુધી તે જીવાત્માનાં ભિન્ન ભિન્ન સ્થાને યોજાવાનાં નિમિત્ત બનવાના અને પુનરાગમન થતું જ રહેવાનું. | મુમુક્ષુ અને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ જે ચાર વસ્તુઓ જ્ઞાતવ્ય છે તે જ આ છે; આત્માની ઓળખાણ, વિશ્વનું કારણ, જન્મ-જન્માંતરનું કારણ અને તેનું વિવરણ. આ વસ્તુઓનું જ્ઞાન જ યથાર્થ રીતે થાય તો તેને પોતાના ઐહિક જન્મની સફળતાનાં સાધનો સાર્થક્ય કરવામાં ઉઘુક્ત થાય કે નહિ એ કેવળ જુદો જ પ્રશ્ન છે, પરંતુ દુનિયાના દરેક મહાન ધર્મસંસ્થાપકો અને તત્ત્વવેત્તાઓએ આ મુખ્ય વસ્તુઓને દૃષ્ટિ સમીપે જ રાખીને પૃથફ પૃથક્ સિદ્ધાંતો ઘટાવ્યા છે તથા મુમુક્ષુઓ પ્રતિ વિવિધ પ્રકારનાં કર્તવ્ય કર્મ પ્રબોધ્યાં છે.
ભગવાન મહાવીરના કાળમાં વેદધર્મ પ્રચલિત હતો, જો કે તેનાં વિધિવિધાનોમાં ખૂબ સંકરતા પ્રસરી ગઈ હતી, પરંતુ એ ધર્મના પ્રચારકો તથા તત્ત્વસંશોધકોની દષ્ટિ પણ ઉપર કહી તે ચાર વસ્તુઓ પ્રતિ જ હતી.
૧૯