________________
૧ ૬૬
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : પચીસમું
ચીય યજ્ઞ સંબંધી
વેદોમાં ઠેરઠેર યજ્ઞોનાં નિરૂપણ છે. તેમ જૈન શાસ્ત્રોમાં પણ છે. પરંતુ સંસારમાં સાચા યજ્ઞને સમજનારા કોઈ વિરલા જ હોય છે.
બહારનો યજ્ઞ એ દ્રવ્ય યજ્ઞ છે. અંતરનો યજ્ઞ એ સાચો (ભાવ) યજ્ઞ છે. બહારનો યજ્ઞ કદાચ હિંસક પણ હોય. પરંતુ આંતરિક યજ્ઞમાં હિંસાનાં વિષ નથી કેવળ અહિંસાના અમૃત છે.
બિહારના યજ્ઞથી થતી વિશુદ્ધિ ક્ષણિક અને ખંડિત છે. પણ આંતરિક યજ્ઞની પવિત્રતા અખંડ અને નિત્ય છે. પરંતુ સાચો યજ્ઞ કરવામાં યોજકને યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે.
વિજયઘોષ અને જયઘોષ બંને બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા. (કેટલાક ઇતિહાસકારો બંનેને સગાભાઈ માને છે.) બંને પર બ્રાહ્મણ સંસ્કૃતિની અસર હતી. પરંતુ સંસ્કૃતિ બે પ્રકારની હોય છે. એક કુળગત અને બીજી આત્મગત. કુળગત સંસ્કૃતિની છાપ ઘણીવાર ભૂલાવો ખવડાવે છે. વાસ્તવિક રહસ્ય સમજવા દેતી નથી. જીવાત્માને સત્યથી વેગળો ધકેલવામાં સહાયક નીવડે છે. પરંતુ જે જીવાત્માની આત્માગત સંસ્કૃતિનું બળ અધિક હોય છે તે જ આગળ વધે છે, તે જ સત્ય પામે છે. ત્યાં સંપ્રદાય, મત, વાદો અને દર્શનના ઝઘડા રહી શકતા નથી.
જયઘોષ વેદોના પારગામી હતા. વેદમાન્ય યજ્ઞોનો તેમને નાદ લાગ્યો હતો. પરંતુ તે યજ્ઞોથી મેળવેલી પવિત્રતા તેમને ક્ષણિક લાગી. જે ફળ વેદ વર્ણવે છે તે સ્વર્ગ કે મુક્તિની તેમને આવા યજ્ઞમાં અસ્વાભાવિકતા દેખાવા માંડી. આત્મગત સંસ્કૃતિના બળે કુળગત સંસ્કૃતિના પડળ ઉખેડી નાખ્યા. તરત જ તે વીર બ્રાહ્મણે સાચું બ્રાહ્મણત્વ અંગીકાર કર્યું અને સાચા યજ્ઞમાં રાખી સાચી પવિત્રતા પ્રાપ્ત કરી. | વિજયઘોષ યજ્ઞવાડામાં કુળપરંપરાગત યજ્ઞ કરી રહ્યા હતા. એકદા જયઘોષ યાજક ત્યાં આગળ આવી લાગ્યા. પૂર્વના પ્રબળ ઋણાનુબંધો જ જાણે તેને ખેંચી ન ગયાં હોય !