________________
સમિતિઓ
૧૬૫ ૨૭. આ પ્રમાણે આ આઠે પ્રવચનમાતાને સાચા હૃદયથી સમજીને તેની જે કોઈ ઉપાસના કરશે તે બુદ્ધિમાન સાધકમુનિ શીધ્ર આ સંસારના બંધનથી મુક્ત થશે.
નોંધ : આવતા પાપોના પ્રવાહથી દૂર રહેવું અને એકઠાં થયેલાં પાપોને પ્રજાળવાનો પ્રયત્ન કરવો એ બંને ક્રિયા-તેનું જ નામ સંયમ. આવા સંયમને માટે જ ત્યાગી જીવન સરજાયેલું છે અને તે જ દૃષ્ટિએ ત્યાગની ઉત્તમતા વર્ણવાયેલી છે.
આવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિની સ્થિરતા સૌથી પહેલાં અપેક્ષિત છે. બુદ્ધિને સ્થિર કરવાને અભ્યાસ અને વૈરાગ્ય એ સર્વોત્તમ સાધન છે. જો કે તે બંને શક્તિઓ અંતઃકરણમાં છે. પરંતુ તેને જાગ્રત કરવા માટે શાસ્ત્રો અને મહાપુરુષોના સંગની પણ આવશ્યકતા છે.
જો પાપોના પ્રહારથી દૂર રહેવાય અને સંચિત પાપોને બાળવાની તાલાવેલી જાગે તો પછી બીજું શું જોઈએ ? એટલું જ બસ છે. પછી તો આગળનો માર્ગ સહેજે સમજાઈ રહે છે.
એમ કહું છું : એ પ્રમાણે સમિતિઓ સંબંધીનું ચોવીસમું અધ્યયન સમાપ્ત થયું.