________________
૧૬ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર તેમ કરવામાં મનનો વ્યાપાર ક્રિયામાં રોકાય તો ચાલવાનો ઉપયોગ ચૂકાય. આ સૂચવી તે પ્રતિપાદન કર્યું છે કે તમો જે વખતે જે કાર્ય કરતા હો તે વખતે તેમાં જ લીન રહો. જૈનદર્શન કહે છે કે ઉપયોગ એ જ ધર્મ અને પ્રમાદ એ જ પાપ (ઉપયોગ એટલે સાવધાનતા.)
૯. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, નિદ્રા તથા અનુપયોગી કથા
૧૦. એ આઠે દોષોને બુદ્ધિમાન સાધકે છોડી દેવા અને તે સિવાયની નિર્દોષ, પરિમિતિ અને ઉપયોગી જ ભાષા બોલવી. (ત ભાષાસમિતિ કહેવાય છે.)
૧૧. આહાર, અધિકરણ (વસ્ત્ર, પાત્ર વગેરે સાથે રાખવાની વસ્તુઓ) અને શય્યા (સ્થાનક કે પાટ, પાટલા) એ ત્રણે વસ્તુઓને શોધવામાં, સ્વીકારવામાં અને ભોગવવા (વાપરવામાં સંયમધર્મને સંભાળી ઉપયોગ રાખવો તે એષણા સમિતિ છે.
૧૨. ઉપરની પ્રથમ ગવેષણ એટલે ઉગમ અને ઉત્પાદન (ભિક્ષા મેળવવા)માં તથા બીજી ગ્રહણૂષણામાં તેમજ ત્રીજી ભોગવવાની એષણામાં લાગતા દોષોથી સંયમીએ ઉપયોગપૂર્વક વિરમી જવું.
નોંધ : ઉદ્દગમનતા સોળ દોષો દાતાર ગૃહસ્થને લગતા છે. તેણે તેવા દોષોથી રહિત દાન કરવું. ઉત્પાદનના સોળ દોષો માત્ર સાધુના છે. ભિક્ષુએ તેવા દોષથી રહિત ભિક્ષા મેળવવી અને દસ દોષો ગ્રહણષણાના છે, તે ગૃહસ્થ અને ભિક્ષુ બંનેને લાગે છે. માટે તે દોષોથી રહિત થઈ ભિક્ષા લેવી. ઉપરાંત ચાર દોષો ભિક્ષા ભોગવવાના છે. તે દોષોને છોડી ભિક્ષુએ ભોજન કરવું.
૧૩. ઔધિક અને ઔપગ્રહિક બંને પ્રકારનાં ઉપકરણો કે પાત્ર વગેરે સંયમી જીવનનાં ઉપયોગી સાધનો લેતાં કે મૂકતાં ભિક્ષુએ આ વિધિનો ઉપયોગ કરવો.
નોંધ : ઐધિક એટલે જે વસ્તુ ભોગવ્યા પછી કે લીધા પછી પાછી આપવાની હોય તેવી વસ્તુ જેવી કે ઉપાશ્રયનું સ્થાન, પાટ, પાટલા ઈત્યાદિ તથા ઓપગ્રહિક એટલે શાસ્ત્રોક્ત લીધા પછી પાછી આપવાની ન હોય તેવી વસ્તુ જેમ કે વસ્ત્ર પાત્ર ઇત્યાદિ સંયમીના ઉપકરણો.
૧૪. આંખેથી બરાબર તે વસ્તુઓને જુએ, પછી પૃજે ત્યારબાદ જ તેને લે, મૂકે અને વાપરે.