________________
સમિતિઓ
૧૬૧ ૩. જે આ આઠ પ્રવચન માતાઓ સંક્ષેપથી ફરમાવી તેમાં જિનેશ્વરદેવ કથિત બાર અંગોનો સમાવેશ થઈ જાય છે. (બધાંય પ્રવચનો આ માતાઓમાં અંતભૂત જ થઈ જાય છે.)
નોંધ : બારે અંગો (અંગભૂત શાસ્ત્રો)નાં પ્રવચનો ઉચ્ચ વર્તનનાં સૂચક છે. અને આ આઠ વસ્તુઓ બરાબર ક્રિયામાં આવે તો તે ઉચ્ચ વર્તન સાધ્ય થયું ગણાય. સાધ્ય હાથ લાગે એટલે સાધન તેમાં સમાઈ ગયું કે સરળ થયું ગણાય. જે જ્ઞાન ક્રિયામાં પરિણમે તે જ્ઞાન સફળ.
ઇર્ષા સમિતિ વગેરેની સ્પષ્ટતા ૪. ૧. આલંબન, ૨. કાળ, ૩. માર્ગ અને ૪. ઉપયોગ. એ ચારે કરણોથી પરિશુદ્ધ થયેલી ઇર્ષા સમિતિમાં સંયમીએ ગમન કરવું.
૫. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સાધનો ઈર્ષા સમિતિનાં અવલંબન છે. દિવસ એ ઇર્યાનો કાળ છે (રાત્રિ એ ઈર્યા શુદ્ધ ન હોવાથી સંયમીને પોતાના સ્થાનથી બહાર નીકળવાની મનાઈ છે.) આડા અવળે માર્ગે ન જતાં સીધા માર્ગે જવું એ ઇર્ષા સમિતિનો માર્ગ છે. (ઉન્માર્ગે જવામાં સંયમની વિરાધના થવાનો સંભવ છે.)
૬. ઈર્ષા સમિતિનું ચોથું કારણ (ચોથો ભેદ) ઉપયોગ છે. તે ઉપયોગના પણ ચાર ભેદ છે. તે હું આગળ વિસ્તારથી કહીશ. તમે મને સાંભળો.
૭. દૃષ્ટિથી ઉદ્યોગપૂર્વક જોવું તે દ્રવ્ય ઉપયોગ, માર્ગે ચાલતાં ચાર હાથ પ્રમાણ સુધી જ દૂર જોવું એ ક્ષેત્ર ઉપયોગ, દિવસ હોય ત્યાં સુધી જ ચાલવું તે કાળ ઉપયોગ અને ચાલવામાં બરોબર ઉપયોગ (જ્ઞાન વ્યાપાર) રાખવો તે ભાવ ઉપયોગ કહેવાય છે.
નોંધ : ચાલવામાં કોઈ સૂક્ષ્મ જીવ પણ પગથી ન કચરાઈ જાય કે બીજું કિંઈ નુકસાન ન થાય તે માટે બહુ સંભાળપૂર્વક ચાલવાનું હોય છે. આ ઈર્યા સમિતિ અહિંસાધર્મની ખૂબ ઝીણવટ સિદ્ધ કરે છે.
૮. ચાલતી વખતે પાંચ ઇંદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયોને છોડી માત્ર ચાલવાની ક્રિયાને જ મુખ્ય ગણી ચાલવામાં જ ઉપયોગ રાખી ગમન કરવું.
નોંધ : શબ્દ, રૂપ, ગંધ કે કોઈપણ ઈદ્રિયોના અર્થમાં મન ગયું એટલે ચાલવામાં તેટલો ઉપયોગ ચૂકી જવાય માટે તેમ ન કરવું. તેમ ચાલતાં ચાલતાં સ્વાધ્યાય (ચિંતન) પણ ન કરવો. યદ્યપિ તે ઉત્તમ ક્રિયા છે તથાપિ