________________
કેશિગૌતમીય
૮૯. આખી પરિષદ આથી સંતુષ્ટ બની ગઈ. બધાને સત્યમાર્ગની ઝાંખી થઈ. શ્રોતાઓ પણ સાચા માર્ગને પામ્યા અને તે બંને મહેશ્વરોની મંગળસ્તુતિ કરી ભગવાન કેશી અને ભગવાન ગૌતમ સદા પ્રસન્ન રહો તેમ કહેતા સર્વ દેવો, દાનવો અને મનુષ્યો સ્વસ્થાને ગયા.
નોંધ : સમય ધર્મ એટલે આ કાળે આ સમયે આ સ્થિતિમાં શાસનની ઉન્નતિ શી રીતે થાય ? તેની હૃદયસ્પર્શી વિચારણાપૂર્વક ઉન્નતિ કરવી એ અબાધિત સત્ય છે. તે પલટી શકે જ નહિ, પણ શાથી કરવી તે સાધનિકા સમયધર્મના હાથમાં છે. તેનાં પરિવર્તન સંભવિત છે.
૧૫૯
સમયધર્મની હાકલ સૌ કોઈને માટે છે. સમાજ સમયધર્મથી સંકળાયેલો છે. શ્રવણવર્ગ અને શ્રાવકસમૂહ એ બધાં સમાજનાં અંગો છે, કોઈ પણ અંગ તે તરફ ઉપેક્ષા ન રાખતાં શાસ્ત્રમાં કહેલાં અબાધિત સત્યને ઓળખી સંગીન પુરુષાર્થ કરે અને સુવ્યવસ્થિત રહી જૈનશાસનની ઉન્નતિ કરે તે જ અભીષ્ટ છે.
એમ કહું છું :
એ પ્રમાણે કેશિગૌતમીય નામનું ત્રેવીસમું અધ્યયન સમાપ્ત થયું.