________________
૧૫૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૮૧હું તો માનું છું કે જ્યાં જવું બહુ દુર્લભ છે એવું લોકના અગ્રભાગ પર એક એવું સુંદર અને નિશ્ચલ સ્થાન છે કે જ્યાં આગળ જરા, મૃત્યુ, વ્યાધિ કે વેદના તેમાંનું કશું જ નથી.
૮૨. પણ તે સ્થાન કયું છે તે તમે જાણો છો ? એ પ્રમાણે બોલતાં કેશીમુનિને ગૌતમે કહ્યું.
૮૩. જરા-મરણની પીડાથી રહિત અને પરમ કલ્યાણકારી લોકના અગ્રભાગ પર આવેલું તે સ્થાન સિદ્ધિસ્થાન કે નિર્વાણ સ્થાન કહેવાય છે અને ત્યાં મહર્ષિઓ જ જઈ શકે છે.
૮૪. હે મુને ! તે સ્થાન લોકના અગ્રભાગમાં દુ:ખથી પહોંચી શકાય તેવું, નિશ્ચલ અને પરમ સુખદ સ્થાન છે. સંસારરૂપી સમુદ્રનો અંત કરનાર શક્તિશાળી પુરુષો ત્યાં પહોંચી શકે છે. ત્યાં પહોંચ્યા પછી કલેશ, શોક કે દુઃખ એવું કશું હોતું નથી. અને ત્યાં ગયા પછી પુનરાગતિ થતી નથી.
૮૫. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા બધાય સંશયોનું બહુ સુંદર સમાધાન કર્યું. હે સંશયાતીત ! હે સર્વ સિદ્ધાંતના પારગામી ગૌતમ ! તમને નમસ્કાર હો !
૮૬. પ્રબળ પુરુષાર્થી કેશીમુનિશ્વર આ પ્રમાણે (શિષ્યોના) સંશયનું સમાધાન થયા પછી મહા યશસ્વી ગૌતમ મુનિરાજને શિરસાવંદન કરીને -
૮૭. તે સ્થાને (ભગવાન મહાવીરના) પાંચ મહાવ્રતરૂપ ધર્મને ભાવપૂર્વક સ્વીકારે છે. અને તે સુખ માર્ગમાં ગમન કરે છે કે જે માર્ગની પ્રથમ અને અંતિમ તીર્થંકરે પ્રરૂપણા કરી હતી.
૮૮. પછી પણ જયાં સુધી શ્રાવસ્તીમાં રહ્યા ત્યાં સુધી આ પ્રમાણે કેશી અને ગૌતમનો સમાગત નિત્ય થતો રહ્યો અને શાસ્ત્ર દષ્ટિએ કરેલો શિક્ષાવ્રતાદિનો નિર્ણય જ્ઞાન અને ચારિત્ર બંને અંગમાં વૃદ્ધિ કરનાર નીવડ્યો.
નોંધ : કેશી અને ગૌતમ બંને ગણના શિષ્યોને તે શાસ્ત્રાર્થ અને તે સમાગમ બહુ લાભદાયક થયો. કારણ કે શાસ્ત્રાર્થ કરવામાં તે બંનેની ઉદાર દૃષ્ટિ હતી. એકેયને કદાગ્રહ ન હતો. અને તેથી જ શાસ્ત્રાર્થ પણ સત્યસાધક બન્યો. કદાગ્રહ હોત તો શાસ્ત્રને ઓઠ અનર્થ પણ થવાનો સંભવ હતો. પરંતુ સાચા જ્ઞાની પુરુષો કદાગ્રહથી પર હોય છે અને સત્ય વસ્તુને સર્વભોગે સ્વીકાર્યા વિના રહી શકતા નથી.