________________
કેશિગીતમય
૧૫૭ - ૭૦. એક મહા પ્રવાહવાળા સમુદ્રમાં એક નાવ ચારે તરફ ઘૂમી રહી છે. હે ગૌતમ ! અને આપ તે ઉપર ચડેલા છો તો તમે પાર શી રીતે પામશો ?
૭૧. જે છિદ્રવાળી નાવ છે તે પાર ન પહોંચાડતાં વચમાં ડૂબી જાય છે અને ડૂબાડે છે. છિદ્ર વિનાની હોય છે તે જ પાર ઉતારે છે.
૭૨. હે ગૌતમ ! તે નાવ આપ કોને કહો છો ? એ પ્રમાણે બોલતા કેશીમુનિને ગૌતમે જવાબ આપ્યો.
૭૩. શરીર એ જ નાવ છે. આ સંસાર પોતે જ સમુદ્ર છે અને જીવ એ જ નાવિક છે. તે સંસાર સમુદ્રને શરીર દ્વારા મહર્ષિ પુરુષો જ તરી જાય
નોંધ : શરીર એ નાવ છે. તે કોઈ બાજુથી ભેદાય નહિ તેવી કાળજી રાખવી અને સંયમપૂર્વક નાવિકને પાર ઉતારવો એ મહર્ષિ પુરુષોનું કર્તવ્ય છે.
૭૪. હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. આ મારો સંશય છેદાઈ ગયો. હવે મને બીજો સંશય થયો છે તેનો મને ઉત્તર આપો.
૭૫. આ સમગ્ર લોકમાં પ્રવર્તતા ઘોર અંધકારમાં બહુ પ્રાણીઓ રુંધાઈ રહ્યાં છે. તે બધાં પ્રાણીઓને પ્રકાશ કોણ આપશે ?
૭૬. આ લોકમાં પ્રકાશ કરનાર જે ભાન ઊગેલો છે તે સકળ લોકમાં સકળ જીવોને પ્રકાશ આપશે. - ૭૭. વળી હે ગૌતમ ! તે સૂર્ય આપ કોને કહો છો ? આ પ્રમાણે બોલતા કેશમુનિને ગૌતમે કહ્યું :
૭૮. સંસારના સમગ્ર અધંકારને વિખેરી પોતાની અનંત જયતિથી પ્રકાશેલો સર્વજ્ઞરૂપી તે સૂર્ય જ આ આખા લોકના પ્રાણીઓને પ્રકાશ આપશે.
નોંધ : જે પ્રબળ આત્માનો સર્વ અંધકાર દૂર થયો હોય, જે સંસારમાં બંધનથી સર્વથા મુક્ત થયા હોય તે જ પોતાના અનુભવનો માર્ગ જગતને બતાવી સર્વ દુઃખથી મુકાવી શકે.
૭૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. મારો સંશય નષ્ટ થયો. મને એક બીજો પણ સંશય થયો છે તેનો ઉત્તર મને કહો.
૮૦. હે મુનિ ! સંસારના જીવો શારીરિક અને માનસિક દુઃખથી પીડાઈ રહ્યા છે. તેને માટે કલ્યાણકારી, નિર્ભય, ઉપદ્રવ અને પીડા રહિત કર્યું સ્થાન ? તે આપના જાણવામાં છે ?