________________
૧પપ
કેશિગૌતમીય
૪૯. કેશીમુનિએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો તે સંશય છેદી નાખ્યો. હવે બીજા સંશયને મૂકું છું તેનું સમાધાન કરો.
૫૦. હે ગતમ ! હૃદયમાં ખૂબ જાજવલ્યમાન અને ભયંકર એક અગ્નિ સળગી રહી છે કે જે શરીરમાં રહીને તેને જ બાળી રહી છે. તે અગ્નિને તમે શી રીતે બુઝાવી નાખી ?
૫૧. (આ સાંભળી ગૌતમે કહ્યું :) મહામેઘ (મોટાં વાદળાં)માંથી ઉત્પન્ન થયેલા પાણીના પ્રવાહમાંથી તે ઉત્તમ પાણી લઈ સતત હું તે અગ્નિને ઠારી નાખું છું અને તેથી તે ઠરેલી અગ્નિ મને લેશમાત્ર બાળી શકતી નથી.
૫૨. કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે અગ્નિ કઈ ? તે મને કહેશો ? આ પ્રમાણે કેશીમુનિને બોલતાં સાંભળી ગૌતમે પ્રત્યુત્તર આપતાં કહ્યું :
પ૩. કષાયો એ જ અગ્નિ છે (કે જે શરીર, મન અને આત્માને સતત બાળી રહી છે.) અને (તીર્થકર રૂપી મહામેઘથી વરસેલી) જ્ઞાન, આચાર અને તપશ્ચર્યારૂપી જળની ધારાઓ છે. સત્યજ્ઞાનની ધારાઓથી હણાયેલી તે કષાયોરૂપ જળની ધારાઓ છે. સત્યજ્ઞાનની ધારાઓથી. હણાયેલી તે કપાયારૂપ અગ્નિ સાવ ઠરી જાય છે. મને તમારા આત્માને) લેશમાત્ર બાળી શકતી નથી.
૫૪. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયને છેદી નાખ્યો છે. હજુપણ હું બીજો સંશય પ્રકટ કરું છું તેનું સમાધાન કરો. - પપ. (કેશીમુનિએ કહ્યું :) હે ગૌતમ ! આ મહા સાહસિક, ભયંકર અને દુષ્ટ (માલિકને ખાડામાં ધકેલી દે તેવો) ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તે ઘોડા પર બેઠેલા તમે સીધે માર્ગે શી રીતે જઈ શકો છો ? તેનાથી કેમ ઉન્માર્ગે ચાલ્યા જતા નથી !
નોંધ : દુષ્ટ સ્વભાવવાળો ઘોડો માલિકને કોઈ ને કોઈ વખતે દગો આપ્યા વિના રહેતો નથી. પરંતુ તમે તો તેના પર બેસવા છતાં સીધા માર્ગે જ ચાલ્યા જાઓ છો તેનું કારણ શું ?
પદ. (કશી મહારાજને ગૌતમ કહ્યું :) તે રંગભર દોડતા ઘોડાનું શાસ્ત્રરૂપ લગામથી બાંધી રાખું છું. જ્ઞાન લગામથી વશ થઈ તે ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે જ ને દોરી જાય છે.
૫૭. શીમુનિએ ગૌતમને કહ્યું : તે ધાડ કયો ? તે તમે જાણો છો ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ગૌતમે આ પ્રમાણે કહ્યું :