________________
કેશિગૌતમય
૧૫૩ નોંધ : વેશ એ કંઈ સાધ્ય નથી. માત્ર બાહ્ય સાધન છે. તે બાહ્ય સાધન આંતરિક સાધનની પુષ્ટિમાં અને આત્મવિકાસમાં મદદરૂપ થાય તેટલા પૂરતું તેનું પ્રયોજન છે.
૩૩. વળી સાધુનો વેશ તો દુરાચાર ન થવા પામે તેવી સતત જાગૃતિ રાખવા માટે માત્ર વ્યવહારનયથી સાધન છે. નિશ્ચયનયે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ જ મોક્ષનાં સાધન છે. આ વાસ્તવિક સાધનોમાં તો ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર બંને મળતા જ છે. (મૌલિકતામાં લેશમાત્ર ભેદ નથી.)
નોંધ : વેશ ભલે ભિન્ન હોય પરંતુ તત્ત્વમાં ભેદ કશો છે જ નહિ. ભિન્ન વેશ રાખવાનું પણ ઉપર કહ્યું તે જ પ્રયોજન છે.
૩૪. કેશીસ્વામીએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે (તમો બહુ સમન્વય કરી શકો છો), તમે મારો સંશય દૂર કર્યો છે. હવે એક બીજો સંશય (પ્રશ્ન) કરું છું તેનું હે ગૌતમ ! તમે સમાધાન કરો.
૩૫. હે ગૌતમ ! હજારો વૈરીની વચ્ચે તમે વસી રહ્યા છો, વળી તે તમારી સામે ઝઝૂમી રહ્યા છે. છતાં તે બધાને તમે શી રીતે જીતી શકો છો?
૩૬. (ગૌતમે કહ્યું :) હું માત્ર એક (આત્મા)ને જીતવા સતત પ્રયત્ન કરું છું. કારણ કે તે એકને જીતવાથી પાંચ અને પાંચને જીતવાથી દસ અને દસને જીતવાથી સર્વ શત્રુઓ સ્વયં જિતાઈ જાય છે.
૩૭. કેશીમુનિએ ગૌતમને કહ્યું કે તે શત્રુઓ ક્યા ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ઉદેશીને ગૌતમ મુનિએ આ પ્રમાણે કહ્યું :
૩૮. હે મુને ! (મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલો) જીવાત્મા જો ન જિતાય તો તે શત્રુ છે. (આત્માને ન જીતવાથી કષાયો ઉત્પન્ન થાય છે) અને એ શત્રુના પ્રતાપે ચાર કષાયો પણ શત્રુ છે અને પાંચ ઇંદ્રિયો તે પણ શત્રુ છે. એમ આખી શત્રુની પરંપરાને જૈન શાસનના ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક હું વિહાર કર્યા કરું છું.
નોંધ : ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો કહેવાય છે. તેના તરતમ ભાવે સોળ ભેદો છે. દુષ્ટ મન એ પણ શત્રુ છે. પાંચ ઈદ્રિયોનો અદ્વેગ થવાથી એ પણ શત્રુઓ જેવું કાર્ય કરે છે. પરંતુ બધાનું મૂળ એક માત્ર દુરાત્મા જ છે. તેથી તેને જીતવાથી બધું જીતાય છે. જેનશાસ્ત્રનો ન્યાય એ છે કે બહારનાં યુદ્ધ કરવા કરતાં આત્મયુદ્ધ કરવું એ ઉત્તમ છે. અને