________________
૧૫૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮. આ સ્પષ્ટ વાત સાંભળીને કેશી સ્વામી બોલ્યા : હે ગૌતમ ! આપની બુદ્ધિ સુંદર છે. અમારા સંશયનું સમાધાન થઈ ગયું. હવે બીજો સંશય (પ્રશ્નો રજૂ કરું છું. હે ગૌતમ ! તેનું સમાધાન કરો.
૨૯. હે મહામુને ! સાધુ સમુદાયને પ્રમાણપૂર્વક અને સફેદ વસ્ત્ર વાપરવાનો ધર્મ શ્રી ભગવાન મહાવીરે કહ્યો છે અને પાર્શ્વનાથે તો વિવિધ રંગવાળાં વસ્ત્રો વાપરવાની છૂટ આપી સાધુધર્મ ફરમાવ્યો છે.
નોંધ : અચલકનો અર્થ કેટલાક અવસ્ત્ર કરે છે. જો કે સામાન્ય રીતે આપણે નગ્ન સમાસનો અર્થ નકારવાચી ગણીએ છીએ. એ દૃષ્ટિબિંદુએ તેમ થઈ શકે પરંતુ તે કાળમાં પણ આખો સમુદાય નિર્વસ્ત્ર ન રહેતો. કેટલાક વસ્ત્રરહિત રહેતા અને કેટલાક વસ્ત્રસહિત રહેતા. કારણ કે વસ્ત્ર વાપરવા કરતાં તેની મૂર્છા પર ભગવાન મહાવીરે ખૂબ ભાર આપ્યો છે. એટલે આ સ્થળે નગ્ન સમાસના છ અર્થો પૈકી અલ્પનો ઉપયોગ કરવો તે વધુ સંગત લાગે છે.
૩૦. તે બંને એક જ ધ્યેયમાં જોડાયેલા હોવા છતાં આ પ્રમાણે દેખીતું બંને પ્રકારનાં વેશચિહ્નો ધારણ કરવાનું અંતર કેમ રાખ્યું હશે ? હે બુદ્ધિમન્ ! આપને અહીં સંશય થતો નથી ?
૩૧. આ પ્રમાણે બોલતા કેશમુનિને ઉદ્દેશીને ગૌતમ આ પ્રમાણે બોલ્યાઃ ખૂબ વિજ્ઞાનપૂર્વક સમય અને સાધુઓનાં માનસ જોઈને તે મહાપુરુષોએ આ પ્રમાણે ભિન્નભિન્ન ધર્મસાધનો રાખવાનું વિધાન કરેલું છે.
નોંધ : ભગવાન પાર્શ્વનાથના શિષ્યો સરલ અને બુદ્ધિમાન હતા તેથી તે વિવિધ વસ્ત્રો પણ શરીરના આચ્છાદન માટે છે. વિભૂષા અર્થે નથી તેમ માની અનાસક્ત ભાવે ઉપયોગ કરી શકતા હતા. પરંતુ ભગવાન મહાવીરે જોયું કે આ કાર્યમાં પુષ્કળ નિમિત્તો મળવા છતાં આસક્તિ ન થવી તે અતિ અતિ કઠણ વસ્તુ છે. માટે જ પ્રમાણપૂર્વક અને સાદો વેશ રાખવા માટે ફરમાવ્યું. અર્થાત્ એ બધુંએ મહાપુરુષોએ વિચારપૂર્વક જ અવસર જોઈને કર્યું છે.
૩૨. આવો સાદો વેશ રાખવાનું કારણ : (૧) લોકમાં ભિન્નભિન્ન પ્રકારના વિકલ્પો અને વેશી પ્રવર્તી રહ્યા છે. તેમાં આ વેશ પરથી લોકોને પ્રતીતિ થાય કે આ જૈન સાધુ હશે. (૨) “હું સાવું છું તેવું પોતાને વેશથી ધ્યાન રહે માટે (૩) સંયમનો નિર્વાહ તે દ્વારા થાય. એવાં કારણોથી જ
માં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે.