________________
કેશિગૌતમીય
૧૪૯ નોંધ : ભગવાન પાર્શ્વનાથનો કાળ ઋજ અને પ્રાજ્ઞ કાળ હતો. તે વખતનાં મનુષ્યો સરળ અને બુદ્ધિમાન હતાં અને તેથી તે પ્રકારની ધર્મ રચના પ્રવર્તતી હતી. તે વખતે માત્ર ચાર વ્રતો હતાં. વસ્ત્રો પણ રંગીન મનોહર વપરાતાં. કારણ કે સુંદર વસ્ત્રપરિધાનમાં કે જીર્ણ વસ્ત્ર પરિધાનમાં મુક્તિ નથી. મુક્તિ તો નિરાસક્તિમાં છે. તેમ ધારી તે વખતે તે પ્રણાલિકા ચાલી હતી અને આજ સુધી વિદ્યમાન હતી. એક જ જિનધર્મને માનવા છતાં બાહ્ય ક્રિયામાં આટઆટલું અંતર શાથી? તે શંકા થવી સ્વાભાવિક જ છે. એ બંને ગણધરો તો જ્ઞાની જ હતા તેને આ વસ્તુમાં કંઈ મહત્ત્વ કે નિઃસ્કૃષ્ઠત્વ નહોતું લાગતું પરંતુ આવી શંકા શિષ્યવર્ગને થાય તે સ્વાભાવિક હતું. તેનું સમાધાન કરવા માટે પરસ્પર મિલન કરી સમન્વય કરી લેવો તે પણ મહાપુરુષોની ઉદારતા અને સમયસૂચકતા જ સૂચવે છે.
૧૨. ચાર મહાવ્રતરૂપ ધર્મ કે જે ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે અને પાંચ મહાવ્રતરૂપ ધર્મ ભગવાન મહાવીરે કહ્યો છે, તો તે ભેદનો હેતુ શો ?
૧૩. વળી અલ્પોપધિ (શ્વેત વસ્ત્ર અને અવસ્ત્ર)વાળો આ સાધુ આચાર કે જે ભગવાન મહાવીરે ફરમાવ્યો છે, અને આ પચરંગી વસ્ત્રો પહેરવાનો સાધુ આચાર કે જે ભગવાન પાર્શ્વનાથે બતાવ્યો છે તે બંનેમાં તથ્ય શું ? આવું અંતર શા માટે ? જે બંનેનાં એક જ ધ્યેય છે તો ક્રિયાભેદ પણ શા સારુ !
નોંધ : તે વખતે બંને પ્રકારના મુનિવરો હતા. જેમાંના એક જિનકલ્પી અને બીજા સ્થવિર કલ્પી કહેવાતા. જિનકલ્પી સાધુઓ દેહાધ્યાસ છોડી કેવળ આત્મપરાયણ રહેતા. સ્થવિર કલ્પીઓનું કામ તેથી વિશેષ કપરું હતું. તેમને સમાજના સંગમાં રહેવા છતાં નિરાસક્તપણે કામ કરવાનું હતું અને આત્મકલ્યાણ અને પર કલ્યાણ બંને હેતુ જાળવી આગળ વધવાનું હતું. તેઓ સ્વલ્પ પરિગ્રહ રાખતા પણ તેમાં મમત્વ ન રાખતા. તે પરિગ્રહ રાખીને પણ જિનકલ્પીનો મહાન આદર પામે તેવી આત્માની ઉવલતા અને જાગૃતિ સતત રાખતા.
૧૪. કેશમુનિ અને ગૌતમ મુનિ એ બંને મહાપુરુષોએ પોતાના શિષ્યોનો આ સંશય જાણીને તેનું નિવારણ કરવા માટે સમુદાય સહિત પરસ્પર સમાગમ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
નોંધ : ગૌતમ કેશમુનિ કરતાં વયે નાના હતા. પરંતુ જ્ઞાનમાં મોટા હતા. તે સમયે ગૌતમ મુનિને ચાર જ્ઞાન હતાં. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન.