________________
કેશિગતમય
૧૪૭ કેશી મુનિશ્વરે સમયધર્મને સ્વીકારી લીધો અને ભગવાન મહાવીરની પરંપરામાં જૈનશાસનનો જય જયકાર બોલાવ્યો.
ભગવાન બોલ્યા : ૧. સર્વજ્ઞ (સર્વ પદાર્થો અને તત્ત્વોના સંપૂર્ણ જ્ઞાતા), સદ્ ધર્મરૂપ તીર્થના સ્થાપક અને આખા લોકના પૂજનીય એવા પાર્થનામે અહમ્ જિનેશ્વર થઈ ગયા હતા.
નોંધ : આ વાર્તા પ્રસંગે ભગવાન મહાવીરનું શાસન પ્રવર્તતું હતું. મહાવીર પહેલાં ત્રેવીસ તીર્થકરો ધર્મના પુનરુદ્ધારક પુરુષો થઈ ગયા. તે પૈકી ત્રેવીસમા પ્રભુ પાર્થ થયા હતા. પાર્શ્વપ્રભુનો આત્મા તો સિદ્ધ થયો હતો. આ વખતે માત્ર તેમનાં દિવ્ય આંદોલનો અને તેમનું અનુયાયી મંડળ અહીં હસ્તી ધરાવતું હતું.
૨. લોકાલોકની સર્વ વસ્તુ પર જ્ઞાનદીપ (જયોતિ)ના પ્રકાશનાર તે મહાપ્રભુના શિષ્ય મહાયશસ્વી અને જ્ઞાન તેમ જ ચારિત્રના પારગામી એવા કેશીકુમાર નામના શ્રમણ તે સમયે વિદ્યમાન હતા.
૩. તે કેશીકુમાર મુનિ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાનથી ભરપૂર હતા. એકાદ બહોળા શિષ્યસમુદાય સાથે ગામોગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
નોંધ : જૈનદર્શનમાં જ્ઞાનની પાંચ ભૂમિકાઓ છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનપર્યાય જ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. મતિજ્ઞાન કે મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન કે શ્રુતઅજ્ઞાન આખા સંસારના જીવોમાં તરતમ ભાવે હોય છે. જ્ઞાન શુદ્ધ હોય તો જ સમાન કહેવાય છે અને જ્ઞાન અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તેને અજ્ઞાન કહે છે. સમ્યક અવબોધ તે મતિજ્ઞાન અને તેનાથી વિશિષ્ટ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન જેટલું વિપુલ તેટલો બુદ્ધિવૈભવ વધુ હોવાનો. અવધિજ્ઞાન ઉચ્ચ કોટિના મનુષ્યોને અને દેવોને હોય છે અને તે દ્વારા સુદૂર રહેલા પદાર્થોના પૂર્વ, વર્તમાન અને ભાવિ ભાવોને પણ જાણી શકાય છે. આ ત્રણે જ્ઞાનો અશુદ્ધ પણ હોઈ શકે છે અને જો અશુદ્ધ હોય તો અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન તરીકે ઓળખાય છે. મન:પર્યાય એ શુદ્ધ જ જ્ઞાન છે અને તે જ્ઞાન ઉચ્ચ ભૂમિકાના સંયમી યોગીને જ થાય છે. તે દ્વારા તે બીજાના મનની વાત બરાબર જાણી શકે છે. સર્વથી વિશુદ્ધ અને કેવળ આત્મભાન જ હોય છે તેને