________________
૧૪૬
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ત્રેવીસમું
કેશિગૌતમીય કેશમુનિ તથા ગૌતમનો સંવાદ
પાંચ મહાવ્રતો એ મૂળ ગુણ કહેવાય છે. તે જ આત્મોન્નતિનાં સાચાં સાધન છે. બાકીની ઇતર ક્રિયાઓ ઉત્તર ગુણો કહેવાય છે. અને તે મૂળ ગુણની પુષ્ટિ માટે યોજાયેલી છે.
મૂળ ધ્યેય કર્મબંધનથી મુક્ત થવું કે મુક્તિ મેળવવી તે છે. અને તે માર્ગે જવાનાં મૂળભૂત તત્ત્વોનો કોઈપણ કાળે, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં પલટો થઈ શકે નહિ. તે સત્ય તો ત્રિકાલાબાધિત હોય છે. તેને કોઈ પણ પલટાવી શકે જ નહિ,
પરંતુ ઉત્તરગુણો અને ક્રિયાનાં વિધિવિધાનોમાં કાળ કે સમય પ્રમાણે પલટા થયા છે, થાય છે અને થવાના. સમયધર્મનો સાદ સાંભળ્યા વિના ગતિ કર્યા કરવામાં ભય અને હાનિ રહેલાં છે. સમયધર્મને ઓળખી સરળમાર્ગથી કેવળ આત્મલક્ષ્ય રાખી ચાલવામાં સત્યની, ધર્મની અને શાસનની રક્ષા સમાયેલી છે.
આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયની આ વાત છે. ભગવાન મહા રે સમયધર્મને ઓળખી સાધુજીવનની ચર્યામાં મહાન પલટો કર્યો હતો. પૂર્વથી ચાલી આવતી પાર્શ્વનાથની પરંપરા કરતાં નૂતનતા લાવી મૂકી હતી. અને કડક વિધિવિધાનો સ્થાપી જૈનશાસનનો પુનરોદ્ધાર કર્યો હતો. સમયધર્મને ઓળખવાથી જેનશાસનની ધર્મધ્વજા તે સમયના વેદ અને બૌદ્ધ શાસનના શિર પર ફરકવા લાગી હતી.
ભગવાન પાર્શ્વનાથની પરંપરાને માનતા કેશી શ્રમણ સપરિવાર વિહરતા વિહરતા શ્રાવસ્તીમાં પધારેલા. તે જ વખતે ભગવાન મહાવીરના ગણધર ગૌતમ પણ સપરિવાર ત્યાં પધાર્યા. બંને સમુદાયો મળ્યા, પરસ્પરના શિષ્યોને ધર્મ એક અને ક્રિયા ભિન્ન જોઈ આશ્ચર્ય થયું. શિષ્યોની શંકા નિવારવા બંને ઋષિપુંગવો મળ્યા, ભેટ્યા વિચારોનો સમન્વય કર્યો અને આખરે ત્યાં પણ