SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ રથનેમીય ૧૪૫ નોંધ : રાજીમતીના વચનના પ્રભાવે તેનાં રોમરોમમાં વાસ કર્યો. તે યોગી કદી ન પડે તેવા મેરુ સમાન નિષ્કપાયમાન રહ્યા. ૪૮. એ પ્રમાણે આખરે ઉગ્ર તપશ્ચર્યા કરીને એ બંને (રાજીમતી અને રથનેમિ) કેવળી (કેવળ જ્ઞાનધારી) થયાં અને સર્વ કર્મોનાં બંધન દૂર કરી ઉત્તમ એવી સિદ્ધગતિને પામ્યાં. - ૪૯. જેમ તે પુરુષશ્રેષ્ઠ રથનેમિ વિષયભોગથી મનને શીધ્ર હઠાવી લીધું તેમ વિચક્ષણ અને તત્ત્વજ્ઞ પુરુષો પણ વિષય ભોગોથી નિવૃત્ત થઈ પરમ પુરુષાર્થ કરે. નોંધ : સ્ત્રીશક્તિ કોમળ છે. તેની ગતિ મંદ છે. તેનું ઐશ્વર્ય ભયથી વિટાયેલું છે. સ્ત્રીશક્તિનો સૂર્ય લજ્જાનાં વાદળોથી ઘેરાયેલો છે. પણ તે ક્યાં સુધી ? સમય ન આવે ત્યાં સુધી. સમય આવે ત્યારે લજ્જાનાં વાદળાં વિખરાઈ જાય છે. કોમળતા પ્રચંડતામાં પલટાઈ જાય છે અને તે તેજસ્વી સૂર્ય ઝળહળી ઊઠે છે. ત્યાં જગતનું સર્વબળ પરાસ્ત થાય છે. પુરુષ શક્તિનો આવેશ પૂરો થઈ ઓસરી જાય છે. અને આખરે એ શક્તિનો વિજય થાય છે. રથનેમિ પૂર્વના યોગીશ્વર હતા. આત્મધ્યાનમાં મસ્ત રહેનારા હતા. પરંતુ વિકારનાં બીજ બાળવા માટે તો તેટલો અને તેવો પ્રયત્ન અપર્યાપ્ત હતો તેથી જ તેમ બનવા પામ્યું હતું. આ પ્રસંગે રાજીમતીનું તીવ્ર તપોબળ અને નિર્વિકારતા સહજસિદ્ધ થાય છે. આવા કટોકટીના પ્રસંગોમાં તેનું આ પૈર્ય અને આ પરાક્રમ એ તેનાં આત્મઓજસની પ્રતીતિ છે. રથનેમિ પણ પૂર્વયોગી હતા એટલે જ આત્મભાવનમાં આવી શક્યા. અન્યથા પરિણામ શું આવત તે કલ્પના બહારની વસ્તુ છે. અહીં તેને માત્ર ટકોર જોઈતી હતી તે મળી ગઈ. ધન્ય હો, ધન્ય હો એ યોગિની અને યોગીશ્વરને ! પ્રલોભનનાં પ્રબળ નિમિત્તમાં સપડાવા છતાં એ બંને આત્માઓ અડગ રહ્યા અને સાધના સાધી આત્મજ્યોતિમાં સ્થિર થયા. એમ કહું છું : એ પ્રમાણે રથનેમિ સંબંધીનું બાવીસમું અધ્યયન સમાપ્ત થયું.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy