________________
૧૪૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૪૩. હું ભોજકવિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન મહારાજાની પુત્રી છું અને તું અંધકવિષ્ણુનો પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાનો પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્પ જેવાં થઈએ ! ઓ સંયમીશ્વર ! નિશ્ચલ થઈ સંયમમાં
સ્થિર થા
નોંધ : શ્રી હરિભદ્રસૂરિના કથન પ્રમાણે ડૉ. હર્મન જેકોબી પોતાની પ્રસ્તાવનામાં લખે છે કે ભોગાસજ એ અશુદ્ધ રૂપ છે. પરંતુ તેને બદલે ભોજરાજ જોઈએ. આ ભોજરાજનું અપર નામ જ ઉગ્રસેન છે અને અંધકવિષ્ણુનું અપર નામ જ સમુદ્રવિજય છે. આથી તે બંને વ્યક્તિઓ ભિન્નભિન્ન નથી પણ એક જ છે.
૪૪. હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઈશ અને તે સ્ત્રીઓને જોયા પછી જો આમ કામભોગોની વાંચ્છના રાખ્યા કરીશ તો સમુદ્રકિનારે હડ નામનું વૃક્ષ જેમ પવનથી ઉખડી જાય છે તેમ તારો આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે.
૪૫. ૩૪. જેમ ગોવાળ ગાયોને હાંકવા છતાં ગાયોનો ધણી નથી પણ લાકડીનો ધણી છે અને ભંડારી દ્રવ્યનો ધણી નહિ પણ ચાવીનો ધણી છે. તેમ તું પણ જો વિષયાભિલાષી રહીશ તો સંયમ પાળવા છતાં ચારિત્રનો ધણી નહિ પણ વેપનો જ માત્ર ધણી રહીશ.
૩ માટે હે રથનેમિ ! ક્રોધ, માન, માયા અને લોભને દબાવી તારી પાંચે ઇંદ્રિયોને વશ કરીને તારા આત્માને કામભોગોમાંથી પાછો વાળ.
૪૬. બ્રહ્મચારિણી અને સાધ્વીનાં આ આત્મસ્પર્શી અને સચોટ વચનોને સાંભળી જેમ અંકુશ વડે મદોન્મત્ત હાથી વશ થાય તેમ રથનેમિ શીધ્ર વશ થયા અને સંયમધર્મમાં બરાબર સ્થિર થયા.
નોંધ : ત્યાં હાથીરૂપ રથનેમિ, મહાવતરૂપ રામતી અને અંકુશરૂપ વચનો હતાં. રથનેમિનો વિકાર ક્ષણવારમાં ઉપશાંત થયો અને પોતાનું ભાન થવાથી તે પશ્ચાત્તાપપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર થયા. ચારિત્રનો પ્રભાવ શું ન કરે !
ધન્ય હો એ જગજ્જનની બ્રહ્મચારિણી મૈયાનો. માતૃશક્તિનાં આ દિવ્ય આંદોલન આજે પણ સ્ત્રીશક્તિની ભવ્યતાની સાક્ષી પૂરી રહ્યાં છે.
૪૭. રથનેમિ આજથી મન, વચન અને કાયાથી સુસંયમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય બની ગયા. તથા જીવનપર્યત પોતાના વ્રતમાં અખંડ દઢ રહ્યા અને ચારિત્રને મરણાંત સુધી અડગ નિભાવી રાખ્યું.