________________
ભિન્ન અને તે બંને કરતાં ઘણી વિશેષતાઓ દર્શાવતાં તેણે સચોટ પ્રમાણપૂર્વક પુરવાર કર્યા છે.
જૈન ધર્મનો પ્રચાર : આ સ્થળે એક સંદેહ થશે કે જૈનધર્મના વિશ્વવ્યાપી સિદ્ધાંતો હોવા છતાં તેનો પ્રચાર હિંદ સિવાય ઇતર દેશોમાં બૌદ્ધધર્મના પ્રચારની જેમ કેદ થવા ન પામ્યો ? તેનાં ઘણાં કારણો છે. તેમાંનાં આ પણ હોઈ શકે : (૧) ભગવાન મહાવીરે ભગવાન પાર્શ્વનાથની પરંપરા કરતાં ઘણાં કડક વિધિવિધાનો સ્થાપ્યાં હતાં અને તેથી જૈનધર્મનો મુખ્ય પ્રચારક શ્રમણ વર્ગ હિંદ બહાર જઈ શક્યો ન હતો અને (૨) પ્રચાર કરવા કરતાં ધર્મની નક્કરતા પર તે વખતે જૈન સંસ્કૃતિનું વિશેષ લક્ષ્ય હોવું જોઈએ. આટલું પ્રસંગોચિત કહ્યા પછી ઉત્તરાધ્યનની વિશેષતા પર આવીએ.
જેનધર્મના વિશિષ્ટ સિદ્ધાંતો આત્માનું નિયત્વ : આત્માને પરિણામી નિત્ય માનવો, અર્થાત એકાંત કૂટસ્થ-નિત્ય કે કેવળ અનિત્ય નહિ.
આત્મા એ અખંડ નિત્ય હોવા છતાં કર્મશાત્ તેનું પરિણમન થાય છે. કહ્યું છે કે : नो इंदियगेज्झो अमुत्तभावा ।
अमुत्तभावा वि अ होइ निच्चो । अज्झत्थहेउं निययस्स बंधा ।
સંસાર ર વયંતિ વંધે છે. આત્મા અમૂર્ત હોવાથી બહિરિન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ શકતો નથી. વળી તે અમૂર્ત હોવાથી નિત્ય છે, પરંતુ આમ હોવા છતાં અજ્ઞાનવશાત્ તે કર્મબંધનોથી બંધાયેલો છે અને બંધન એ જ આ સંસારનો હેતુ છે.
સાંખ્યદર્શન તેને કૂટસ્થ નિત્ય માને છે. જ્યારે બૌદ્ધદર્શન એકાંત અનિત્ય માને છે. આ બંને સિદ્ધાંતો વિચારતાં અપૂર્ણ ભાસશે. કારણ કે જો એકાંત કૂટસ્થ નિત્ય હોય તો તેનું પરિણમન થઈ શકે નહિ. પરિણમન ન હોય તો બંધન પણ ન હોય અને બંધન ન હોય તો મુક્ત, નિર્વાણ કે મોક્ષનો પ્રયત્ન પણ હોઈ શકે નહિ.
જયારે આપણને તો ક્ષણે ક્ષણે દુ:ખનું સંવેદન થાય છે, શરીરના સારા માઠા દરેક પ્રસંગે આત્મા શુભાશુભ ભાવો અનુભવે છે. તેથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આત્મા પોતે નિત્ય હોવા છતાં કર્મબંધનથી બંધાયેલો છે.
૧૭